Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

તબીબી વિદ્યાશાખાની ઉત્તરવહી મૂલ્યાંકનમાં કોવીડની સ્થિતિમાં માર્ગદર્શીકાનો ભંગ : રજુઆત

માર્ગદર્શનના ભંગનો જવાબદારો પાસેથી ખુલાસો પુછાશે

રાજકોટ, તા. ૧૬ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉત્તરવહીઓનું મૂલ્યાંકનમાં મધ્યસ્થ મુલ્યાંકન કોરોનાની સ્થિતિમાં સુરક્ષાને ધ્યાને લઇને નવી માગદર્શિકા બહાર પાડવામાં આવી હતી. જેનો ભંગ થયાની ફરીયાદ ઉઠી છે.

આ અંગે જાણવા મળતી વિગત મુજબ કોરોનાની સ્થીતિમાં એક સ્થળે અધ્યાપકો એકત્ર ન થાય તે માટે કોલેજોને તબીબી વિદ્યા શાખાની ઉત્તરવાહી મુલ્યાંકનની વ્યવસ્થા કુલપતિ ડો. નિતીન પેથાણી અને અન્ય સત્તાધીશોએ કરેલ પરંતુ તેમાં ભંગ થયાની ફરીયાદ ઉઠી છે.

આ અંગે કુલપતિ ડો. નિતીન પેથાણીએ જણાવ્યુ છે કે કોવીડ માર્ગદર્શનનો ભંગ થયાની રજૂઆત મળી છે. તેના આધારે જવાબદારો પાસેથી ખુલાસો પુછવામાં આવી રહ્યો છે.

(3:42 pm IST)