Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

મનહરપ્લોટનાં એપાર્ટમેન્ટમાં ટી-૨૦ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા વિજય અને મિતેષ પકડાયા

લેપટોપ, ૧૨ મોબાઇલ અને રોકડ મળી રૂ.૫૧ હજારની મતા કબ્જે

રાજકોટ, તા.૧૬: શહેરના ગોંડલ રોડ પર મનહર પ્લોટમાં આવેલા એપાર્ટમેન્ટની છત પર ઓરડીમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે શખ્સોને એ ડીવીઝન પોલીસે પકડી લીધા છે.

મળતી વિગત મુજબ ગોંડલ રોડ મનહર પ્લોટમાં આવેલા એપાર્ટમેન્ટમાં આઇપીએલના ટી.૨૦ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાતો હોવાની એ ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ વી.ડી.ઝાલા, તથા જગદીશભાઇ વાંકને મળેલી બાતમીના આધારે પીઆઇ સી.જી. જોષીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.એમ.ભટ્ટ, બી.વી.ગોહીલ, હેડકોન્સ હારૂનભાઇ માનીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, કોન્સ મૌલીકભાઇ સાવલીયા, જગદીશભાઇ, નરેશભાઇ તથા મેરૂભા સહિતે મનહરપ્લોટ શેરી નં.રના ખૂણા પાસે આવેલ ઇન્દ્રરાજ એપાર્ટમેન્ટમાં દરોડો પાડી છતની ઓરડીમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા વિજય પ્રફુલભાઇ વોરા (ઉ.વ.૨૮) (રહે.રેલનગર છત્રપતિ શિવાજી ટાઉનશીપ ડી-૧૦૫) અને મોચીબજાર ભીડભંજન શેરી નં.૬ના મિતેષ રાજેશભાઇ ગોહેલ (ઉ.વ.૩૦)ને પકડી લઇ લેપટોપ ૧૨ મોબાઇલ ફોન કી-બોર્ડ તથા રૂ.૪૫૫૦ રોકડ મળી ૫૧,૧૦૦ની મતા કબ્જે કરી હતી.

જયારે બીજા દરોડામાં આજી ડેમ પોલીસ મથકના પીઆઇ વી.જે.ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એમ.ઝાલા તથા કુલદીપસિંહ જાડેજા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે રણુજા મંદિરની સામેથી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા જયેશ કુરજીભાઇ ચૌહાણ (ઉ.વ.૨૮) (રહે. જયનગર કોઠારિયા રોડ)ને પકડી લઇ રૂ.૫૦૦૦ની રોકડ સહિત રૂ.૧૧ હજારની મતા કબ્જે કરી હતી.

(3:10 pm IST)