Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

રાજકોટના નવા બસ સ્ટેશન પાસે એસ.ટી. બસ અને ખાનગી કાર વચ્ચે સહેજ ટક્કર બાદ ધમાલ : ડ્રાઇવરની ધોલઘપાટ ટ્રાફિક જામ

રાજકોટ : સાંજે ઢેબર રોડ ઉપર નવા એસ.ટી. બસ અને ખાનગી કાર વચ્ચે સહેજ ટક્કર થતા કાર ચાલક અને એસ.ટી. બસના ડ્રાઇવર વચ્ચે ચડભડ થયેલ હતી  બસ ડ્રાઇવરને ધોલઘપાટ કરી લીધાની ચર્ચા છે.

આ બનાવના પગલે રોડ પર બસ ઉભી રખતા સાંજે ટ્રાફીક જામ થઈ ગયેલ. લોકોએ પોલિસ કંટ્રોલને જાણ કરતા પોલિસ આવી ગયેલ અને  ટ્રાફીક કલીયર કરાવેલ હતો.હજી એ ડિવીઝનમા કોઇ નોંધ થઈ નથી મોડેથી પોલીસ ફરિયાદ અથવા ઘર મેળે સમાધાન થઈ જાય તેવી ચર્ચા છે

(8:27 pm IST)