Gujarati News

Gujarati News

News of Sunday, 17th January 2021

રાજકોટ શહેર-જિલ્લામાં કોરોનાની સારવાર દરમ્યાન આજે 2 દર્દીઓએ દમ તોડયો

રાજકોટ  :  શહેર- જિલ્લામાં વૈશ્વિક મહામારી કોરોનાની સારવાર દરમિયાન સરકારી અને ખાનગી હોસ્પિટલમાં એક જ  રાતમાં 2 દર્દીઓનાં ભોગ લેવાયા છે. સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં  રિપોર્ટ મુજબ ગઈકાલે  એક પણ મૃત્યુની નોંધ થઈ નથી.

આ અંગે સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.16નાં  સવારનાં 8 વાગ્યા થી તા.17lનાં  સવારનાં 8 વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાકમાં શહેર - જિલ્લાના 2 દર્દીઓએ દમ તોડી દીધા હતા . શહેર અને જિલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં 2306 બેડ ખાલી છે. હાલ જિલ્લામાં 98 માઈક્રોકન્ટેનમેન્ટ ઝોન કાર્યરત છે.

(11:39 am IST)
  • ગુજરાતમાં ભારતની પ્રથમ લિથિયમ રિફાઇનરી 1000 કરોડના રોકાણ સાથે સ્થાપવામાં આવશે : મણિકરણ પાવર લિમિટેડ દ્વારા ઓસ્ટ્રેલિયાથી આયાત કરાયેલ લીથીયમ ઓર ને પ્રોસેસ કરીને બનાવાશે બેટરી ગ્રેડનું લીથીયમ access_time 11:09 pm IST

  • પ્રજાસત્તાક દિવસે આઉટર દિલ્હી રીંગ રોડ ઉપર ખેડૂતો પરેડ કરશે : પોણા બે મહિનાથી કૃષિ કાનૂનોના વિરોધમાં આંદોલન ચાલવી રહેલા આંદોલનકારી ખેડૂતો ૨૬ જાન્યુઆરીએ દિલ્હી આઉટર રિંગ રોડ પર કરશે પરેડ: કિસાન નેતાઓની જાહેરાત access_time 8:33 pm IST

  • વિશ્વભરમાં કોરોનાનો હાહાકાર યથાવત ચાલુ : અમેરિકાને કોરોના સતત નચાવે છે: આજે સવાર સુધીમાં બે લાખથી ઉપર કેસ નોંધાયા : અમેરિકામાં પોઝિટિવિટી રેટ ૧૦.૭ ટકા, સવા લાખ કોરોના દર્દીઓ હોસ્પિટલમાં, ૨૩ હજારથી વધુ આઈસીયુમાં અને ૨૪ કલાકમાં લગભગ ૩૭૦૦ નવા મૃત્યુ થયા છે : અત્યાર સુધીમાં ૧.૩૭ કરોડ લોકોને કોરોના સામે રક્ષણ આપતી રસી અપાઇ ચૂકી છે: બ્રાઝિલમાં સવાર સુધીમાં નવા ૬૨ હજાર, ઇગ્લેન્ડમાં ૪૧ હજાર, રશિયામાં ૨૪ હજાર, ફ્રાન્સમાં ૨૧ હજાર, ઇટાલીમાં ૧૬ હજાર અને ભારતમાં નવા કોરોના કેસ ૧૫,૧૪૪ નોંધાયા છે: આ ઉપરાંત જર્મનીમાં ૧૪ હજારથી વધુ, ઈઝરાયેલમાં ૮ હજારથી વધુ અને જાપાન- કેનેડામાં છ હજારની આસપાસ નવા કેસ નોંધાણા: યુનાઇટેડ આરબ અમીરાતમાં પણ ૨૪ કલાકમાં ૩૪૦૦થી વધુ કોરોના કેસ નોંધાયા છે: ભારતમાં આજે 181 નવા કેસ નોંધાયા છે જ્યારે ૧૫,૧૪૪ નવા કેસો સામે ૧૭ હજારથી પણ વધુ લોકો સાજા થયા છે. access_time 3:30 pm IST