Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

૧૭મી સુધીમાં ૧૧ લાખ હનુમાન ચાલીસા પાઠનો મહાસંકલ્પઃ પુર્ણાહૂતીએ હોમાત્મક યજ્ઞ

દેશ-વિદેશમાંથી ધર્મપ્રેમીજનો જોડાયાઃ ફેસબુક પેઇજ ઉપર ઘરબેઠા, યજ્ઞનો લાભ લો

રાજકોટ :.. પ.પૂ. શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ (શ્રી સદ્ગુરૂ સદન ટ્રસ્ટ), રાજકોટ દ્વારા સર્વજન સુખાય, અને સર્વ જન સુઆરોગ્ય માટે તથા વિષમ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે નવ લાખ શ્રી હનુમાન ચાલીસા પાઠનો મહાસંકલ્પ કરવામાં આવેલ હતો.

જે પાઠમાં રાજકોટ, સૌરાષ્ટ્ર, ગુજરાત, ભારત બહાર વિદેશથી પણ ધર્મપ્રેમીભાઇ બહેનો તથા ગુરૂભાઇ-બહેનો આ મહાસંકલ્પમાં પ.પૂ. શ્રી સદ્ગુરૂદેવ ભગવાન શ્રી રણછોડદાસજીબાપુશ્રીનાં મહાસંકલ્પરૂપી અભિયાનમાં જોડાયા છે, જેથી તા. ૧૪ સપ્ટેમ્બરથી સુધીમાં જ ૯,૩૪,ર૬૬ શ્રી હનુમાન ચાલીસાના પાઠ થઇ ગયા છે, અને જે તા. ૧૭ સપ્ટેમ્બર સુધીમાં અગિયાર લાખ કરતા પણ વધારે થશે.

આ મહાસંકલ્પમાં સૌએ પરિવાર સાથે બેસીને આ પ.પૂ. શ્રી સદ્ગુરૂદેવ ભગવાન શ્રી રણછોડદાસબાપુશ્રીની ગુરૂઆજ્ઞાને માથે ચડાવીને સૌથી વધારે શ્રી હનુમાન ચાલીસાનાં પાઠ કરવાના પ્રયત્ન કરતા હતા., જેમાં સૌથી વધો શ્રી હનુમાન ચાલીસા પાઠ શ્રી જગદીશભાઇ પુજારા પરિવાર, મોરબી તથા સર્વધર્મપ્રેમી ભાઇ-બહેનો દ્વારા કરવામાં આવેલ છે,  તા. ૧૭ નાં રોજ હોમાત્મક યજ્ઞમાં યજમાન તરીકે બેસાડવામાં આવશે.

ઉપરોકત નવ લાખ શ્રી હનુમાન ચાલીસા પાઠનો હોમાત્મક યજ્ઞ તા. ૧૭ ગુરૂવારનાં રોજ કરવામાં આવશે, સવારે ૬.૩૦ દેશી શુધ્ધી ઘી, પૂજન, તથા શ્રી હનુમાન બાહુકનાં પાઠ નારીયેલ સાથે તથા શ્રી હનુમાન ચાલીસાનાં પાઠ કરવામાં આવશે, યજ્ઞનું બીડુ બપોરે ૧ વાગ્યે હોમવામાં આવશે. તા. ૧૭ બપોરે ૧ર.૩૦ સુધી હનુમાન ચાલીસાનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

હોમાત્મક યજ્ઞ તથા ફોટાઓ ફેસબુક પેઇઝ  www.facebook.com./maragurudev ઉપર ઘેર બેઠા જ નિહાળી શકાય છે.

(2:40 pm IST)
  • અયોધ્યામાં નિર્માણ થઇ રહેલી મસ્જિદનું નામ ' બાબરી મસ્જિદ ' નહીં હોય : મસ્જિદને કોઈ નામ હોતા નથી : લોકો તેને જામા મસ્જિદ કે બાબરી મસ્જિદ તેવા નામ આપે છે : નવી નિર્માણ પામનારી મસ્જિદમાં હોસ્પિટલ ,લાયબ્રેરી ,પ્રદર્શન ,સહીત જુદા જુદા વિભાગો પણ તૈયાર કરાશે : મસ્જિદના આર્કીટેક પ્રોફેસર ડો.સૈયદ મોહમ્મદ અખ્તર access_time 12:05 pm IST

  • દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 70 વર્ષના થયા છે. દેશભરમાં ભારતીય જનતા પાર્ટી PM મોદીના જન્મદિવસને 'સેવા સપ્તાહ' તરીકે મનાવી રહી છે. આ સાથે જ દિગ્ગજ નેતાઓ દ્વારા PM મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી લઇને ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથસિંહ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અન્ય મોટા નેતાઓએ પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. access_time 9:17 am IST

  • અમિતભાઈ સ્વસ્થ: એઈમ્સમાંથી : રજા આપવામાં આવી : ગૃહ મંત્રી અમિતભાઈ શાહને નવી દિલ્હી ખાતે એઈમ્સ હોસ્પિટલમાંથી આજે રજા આપવામાં આવી છે. તેમને રૂટીન ચેક-અપ માટે 13 સપ્ટેમ્બરે એઇમ્સમાં ફરી દાખલ કરવામાં આવ્યા હતા. access_time 7:30 pm IST