Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

ક્રાઇમ બ્રાંચે સાગર અને ધારાને પિસ્તોલ-કાર્ટીસ સાથે પકડ્યાઃ વેંચવા આપનાર મુન્નો પણ ઝડપાયો

કુવાડવા ચોકડીએ બે શખ્સને પકડ્યા બાદ નવાગામના ફાયનાન્સનું કામ કરતાં મુન્ના રાવતને પકડ્યોઃ આ શખ્સ અગાઉ આર્મ્સ એકટ, રાયોટ, દારૂ તેમજ ઠગાઇ સહિતના પાંચ ગુનામાં સંડોવાઇ ચુકયો છે : પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એમ. વી. રબારીની ટીમના હેડકોન્સ. પ્રતાપસિંહ ઝાલા, કોન્સ.એભલભાઇ બરાલીયા અને હરદેવસિંહ જાડેજાની બાતમી

રાજકોટ તા. ૧૫: ક્રાઇમ બ્રાંચે કુવાડવા ચોકડી વાંકાનેર તરફ જવાના રસ્તેથી મોરબી રોડ અને સામા કાંઠાના બે શખ્સને બાઇક પર રિવોલ્વર-કાર્ટીસ વેંચવા નીકળતાં પકડી લઇ આ હથીયાર આપનાર નવાગામના શખ્સને પણ પકડી લીધો છે.

ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમી પરથી સાગર ઉર્ફ મેહુલ ઘોઘાભાઇ બાંભવા (ભરવાડ) (ઉ.વ.૨૫-રહે. સ્વસ્તિક વિલા-૧, સેટેલાઇટ ચોક મોરબી રોડ) તથા ધારા જાલાભાઇ રાતડીયા (ભરવાડ) (ઉ.વ.૩૦-રહે. મોરબી રોડ દિગ્વીજયનગર પેડક સરકારી હોસ્પિટલ પાછળ)ને બાઇક પર કુવડવા ગામની ચોકડીએ વાંકાનેર જતાં રોડ પર આંતરી તલાશી લેતાં દેશી બનાવટની રિવોલ્વર રૂ. ૧૦ હજારની અને ૪ જીવતા કાર્ટીસ મળતાં બંનેને સકંજામાં લીધા હતાં.

પુછતાછ થતાં બંનેએ આ હથીયાર પોતાને મુળ મોરબીના હરિઓમ પાર્કના અને હાલ નવાગામમાં રહેતાં મનિષ ઉર્ફ મુન્નો પ્રશાંતભાઇ રાવત (બ્રાહ્મણ) (ઉ.વ.૪૦)એ આપ્યાનું કબુલતાં તેને પણ નવાગામથી પકડી લેવાયો હતો. આ શખ્સ ફાયનાન્સનું કામ કરે છે અને અગાઉ તેના વિરૂધ્ધ મુળ, મોરબી, માનકુવામાં આર્મ્સ એકટ, દારૂ, મારામારી, ઠગાઇ સહિતના પાંચ જેટલા કેસ નોંધાઇ ચુકયા છે. સાગર અને ધારો જમીન-મકાન લે વેચનું કામ કરે છે. મનિષ ઉર્ફ મુન્નાએ એકાદ વર્ષ પહેલા હથીયાર શોખ ખાતર લીધું હતું. હવે પૈસાની જરૂર હોઇ વેંચવા માટે સાગરને આપતાં તે અને ધારો વેંચવા નીકળતાં પકડાઇ ગયા હતાં.

પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી શ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજાની સુચના હેઠળ પીઆઇ વી. કે. ગઢવીના માર્ગદર્શમાં પીએસઆઇ એમ. વી. રબારી અને ટીમના એએસઆઇ જયુભા એમ. પરમાર, હેડકોન્સ. જે. પી. મેવાડા, સોકતભાઇ ખોરમ, કોન્સ. તોરલબેન જોષી સહિતના પેટ્રોલીંગમાં હતાં ત્યારે સાથેના હેડકોન્સ. પ્રતાપસિંહ ઝાલા, એભલભાઇ બરાલીયા અને હરદેવસિંહ જાડેજાની બાતમી પરથી આ સફળતા મળી હતી. ત્રણેયના કોવિડ ટેસ્ટ કરાવી વિશેષ પુછતાછ હાથ ધરવામાં આવશે.

(2:43 pm IST)
  • સરદાર સરોવર ડેમની સપાટી 138 મીટર : નર્મદા ડેમ અંગે અંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કહ્યું- સરદાર સરોવર ડેમની સપાટી 138 મીટર થઈ:ડેમમાં હાલ પાણીની આવક ચાલુ: વડાપ્રધાન મોદીના જન્મ દિવસે નર્મદા ડેમ ભરાઈ જશે: ઉદ્યોગો, પશુઓ અને ખેતીને ફાયદો થશે: પાણીની આવકના કારણે પાવર હાઉસ ચાલુ છે. access_time 12:52 am IST

  • " સર કટા શકતે હૈ ,લેકિન સર ઝુકા શકતે નહીં " : હું ક્ષત્રિયાણી છું : સ્વમાનના ભોગે સિદ્ધાંતમાં બાંધછોડ નહીં કરું : રાષ્ટ્રના સન્માન માટે અવાજ ઉઠાવીશ : રાષ્ટ્રવાદી તરીકે જીવીશ : જયહિન્દ : કંગના રનૌતનું ટ્વીટ access_time 1:00 pm IST

  • ડ્રગ્સ રેકેટ મામલે સંસદમાં ચર્ચા બાદ આજે રાજ્યસભા જયા બચ્ચને કહ્યું કે, હું રવિ કિશનની વાત સાથે સહેમત, યુવાનોને ડ્રગ્સની લતથી બચાવવાની જરૂર: પરંતુ સમગ્ર બોલીવુડને દોષ આપવો ખોટો છે access_time 1:04 am IST