Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

પાણી પુરવઠા બોર્ડના ૧૩૨ કર્મી.ઓએ ટેસ્ટ કરાવ્યોઃ બે પોઝિટિવ

મુખ્યમંત્રીના ટેસ્ટ ઇસ્ટ બેસ્ટના મંત્રને ચરિતાર્થ કરતું બોર્ડ

રાજકોટ તા. ૧૭ : મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ  'ટેસ્ટ ઇઝ બેસ્ટ'નું સૂત્ર આપીને કોરોનાથી ડર્યા વગર કોરોનાનો ટેસ્ટ કરાવવા માટે સમગ્ર ગુજરાતની જનતાને આહવાહન કર્યું છે. આ આહવાહનને ઝીલીને રાજકોટ સ્થિત ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની તામામ કચેરીઓના ૧૩૨ કર્મચારીઓ/અધિકારીશ્રીઓના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના સહકારથી તા.૧૫/૦૯/૨૦૨૦ના રોજ સવારના ૧૦.૩૦ થી ૧૨.૩૦ દરમ્યાન જલ ભવન ખાતે યોજાયેલ આ  આરોગ્યની તપાસ અને કોરોના એન્ટીજન ટેસ્ટમાં બે કર્મયોગીઓનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.તેમને હોમ કવોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. તથા આ કચેરીમાં આવેલ કોરોના પોઝીટીવ કેસને ધ્યાને લઈ સમગ્ર કચેરીને સેનીટાઈઝ કરવામાં આવી હતી. તેમ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના મુખ્ય ઇજનેરશ્રીની યાદીમાં જણાવાયુ છે.

(1:26 pm IST)
  • અમિતભાઈ સ્વસ્થ: એઈમ્સમાંથી : રજા આપવામાં આવી : ગૃહ મંત્રી અમિતભાઈ શાહને નવી દિલ્હી ખાતે એઈમ્સ હોસ્પિટલમાંથી આજે રજા આપવામાં આવી છે. તેમને રૂટીન ચેક-અપ માટે 13 સપ્ટેમ્બરે એઇમ્સમાં ફરી દાખલ કરવામાં આવ્યા હતા. access_time 7:30 pm IST

  • રસ્તો ક્રોસ કરી રહેલા ઉત્તર પ્રદેશના ભાજપના ધારાસભ્ય દેવેન્દ્ર પ્રતાપ સિંહને વાહને અડફેટે લઇ લીધા : ચા પીવા ઉભા રહ્યા બાદ રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે જઈ રહેલા વાહને ટક્કર મારી દીધી : ગંભીર હાલતમાં લખનૌ હોસ્પિટલમાં દાખલ access_time 8:37 pm IST

  • ડ્રગ્સ રેકેટ મામલે સંસદમાં ચર્ચા બાદ આજે રાજ્યસભા જયા બચ્ચને કહ્યું કે, હું રવિ કિશનની વાત સાથે સહેમત, યુવાનોને ડ્રગ્સની લતથી બચાવવાની જરૂર: પરંતુ સમગ્ર બોલીવુડને દોષ આપવો ખોટો છે access_time 1:04 am IST