Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

રમકડા, પાન કોલ્ડ્રીંકસ, ઢોસા અને ફરસાણના વેપારીઓ સહિત ૪૮ સામે જાહેરનામા ભંગની કાર્યવાહી

માસ્ક અને હાથમાં ગ્લોઝ પહેર્યા વગર વેપારીઓ પણ ઝપટે ચડયાઃ બેથી વધુ મુસાફરોને લઇ નીકળતા રીક્ષા ચાલકો અને બાઇક ચાલકો પણ દંડાયા

રાજકોટ, તા.૧૭: શહેરમાં કોરોના મહામારીના પગલે જાહેર કરાયેલા જાહેરનામાના અમલ માટે પોલીસ સક્રિય કામગીરી કરી રહી છે. જેમાં ગઇકાલે જુદા-જુદા વિસ્તારોમાં રમકડાની દુકાન, ઢોસા, ફરસાણ અને પાન તથા કોલ્ડ્રીંકસની દુકાન બહાર ગ્રાહકો વચ્ચે સોશ્યિલ ડીસ્ટન્સ ન જાળવનાર વેપારીઓ સહિત વ્યકિતને પકડી કાર્યવાહી કરવામાં આવી છે. જેની વિગતો આ મુજબ છે.

એડીવીઝન પોલીસે માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન પ્રહલાદ પ્લોટમાંથી જીજ્ઞેશ નરેન્દ્રભાઇ ગુસાણી, ઢેબર રોડ વન-વેમાં સ્વાતી ટોઇઝ નામની દુકાનમાં ગ્રાહકોની ભીડ એકઠી કરનારા મુરલીધર ચત્રભુજભાઇ આદ્રુજા, કોઠારિયા નાકા ચોકમાં સોનુ પાન દુકાન ધરાવતા કેતન રાજુભાઇ ગંગલાણી, ગોડાઉન રોડ, લક્ષ્મીનગરના નાલા પાસે, ઇમુ એગ્ઝ નામની ઇંડાની લારીમાં હાથમાં ગ્લોઝ અને માસ્ક પહેર્યા વગર વેપાર કરનાર ઇમરાન સત્તારભાઇ કોંઢીયા, ભકિતનગર સ્ટેશન પ્લોટ પાસે ઇંડાની લારી ચલાવતા હુસેન રહેમાનભાઇ લીંગડીયા, તથા બી ડીવીઝન પોલીસે કન્ટેઇનમેન્ટ ઝોન રણછોડનગર શેરી નં.૨૩/૨૫માંથી ગણેશ મોહનભાઇ લુણાગરીયા, ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી બાઇક પર ત્રીપલ સવારી નીકળનાર મનોજ રવિન્દ્રભાઇ પટેલ, કાદર રફીકભાઇ પઠાણ, પેડક રોડ પર પાણીના ઘોડા પાસે બાઇક પર ત્રીપલ સવારી નીકળનારા સુભાષ જેઠાભાઇ દામા, પ્રતાપ વિનુભાઇ કુંડલીયા, કેવીન અશોકભાઇ શતોજા, તથા થોરાળા પોલીસે સંતકબીર રોડ સદગુરૂ સાનીધ્ય કોમ્પલેક્ષમાં કાર્તિક ઢોસા સેન્ટર નામની દુકાન ધરાવતા અતુલ મનજીભાઇ ભાગોરા, સંતકબીર રોડ શેફર્ડ હોસ્ટેલ સામે જનતા તાવડો ફરસાણ નામની દુકાનમાં ગ્રાહકોને ચીજવસ્તુ આપણી વખતે માસ્ક ન પહેરનાર બીપીન વાલજીભાઇ મારકણા, તથા ભકિતનગર પોલીસે ગાયત્રીનગર મેઇન રોડ પર ચાની રેકડી પાસે ગ્રાહકો એકઠા કરનાર કીશન રઘુભાઇ મારૂ, કોઠારિયા મેઇન રોડ પર નંદા હોલ ચોકમાં ગાત્રાળ ટી સ્ટોલ નામની દુકાન ધરાવતા મોમ કરમણભાઇ ટોળીયા, તથા આજીડેમ પોલીસે આજીડેમ ચોકડી પાસેથી રીક્ષાચાલક મુકેશ રાણભાઇ ખાંભલા, કાળીપાટ ગામ પાસેથી રીક્ષા ચાલક  કુરજી મોમભાઇ પરમાર, તથા માલવીયાનગર પોલીસે કૃષ્ણનગર મેઇન રોડ પર ગોકુલધામ આર.એમ.સી કવાર્ટરની સામે ભુમી પ્રોવીઝન સ્ટોર દુકાન બહાર ગ્રાહકો એકઠા કરનાર કૌશીક ભરતભાઇ મગેચા, કન્ટેઇમેન્ટઝોન માયાણીનગર શેરી નં.૪માંથી આશીષ વીરજીભાઇ લીંબાસીયા, તથા પ્રનગર પોલીસે મોટી ટાંકી ચોક પાસે બાઇક પર ત્રીપલ સવારી નીકળનાર અમીત જયસંગભાઇ વાઘેલા, કન્ટેઇન્ટમેન્ટ ઝોન રેસકોર્ષ પાર્કમાંથી ધ્રુમીત દીલીપભાઇ પંડયા, જંકશન પોલીસ ચોકી પાસેથી રીક્ષા ચાલક ચતુરભાઇ જેસીંગભાઇ મજેઠીયા, સદરબજારમાંથી રીક્ષાચાલક હમીર જીવણભાઇ બાંભવા, ચૌધરી હાઈસ્કુલ પાસેથી રીક્ષાચાલક ગુલાબ રામજીભાઇ રાઠોડ, તથા ગાંધીગ્રામ પોલીસે રૈયા રોડ હનુમાન મઢી પાસેથી રીક્ષાચાલક હરેશ મેઘાભાઇ જીલરીયા, કનૈયા ચોક પાસેથી રીક્ષાચાલક યુસુફ અલારખાભાઇ ખલીફા, દોઢસો ફૂટ રોડ મોદી સ્કુલ પાસેથી રીક્ષાચાલક અજય સુરેશભાઇ ભટ્ટી, રૈયા રોડ હનુમાન મઢી પાસેથી બાઇક પર ત્રીપલ સવારી નીકળનાર જીતેન પરદેશીભાઇ સાહની જામનગર રોડ પરથી રીક્ષાચાલક ચંદ્રેશ મગનભાઇ રાચ્છ, રીક્ષાચાલક મનોજ પરશુરામભાઇ હરીયાણી, જામનગર રોડ ગાયત્રીધામ સોસાયટી, ગોકુલ કોમ્પલેક્ષમાં વેણુ ડીલકસ પાન એન્ડ કોલ્ડ્રીંકસ નામની દુકાન ધરાવતા  મુકેશ મેરામભાઇ ડાંગર, તથા તાલુકા પોલીસે કાલાવડ રોડ પર મોટામવા ગામ સ્મશાન પાસે જય દ્વારકાધીશ ટી સ્ટોલ નામની હોટલ ધરાવતા કાના કારાભાઇ ચાવડીયા, કન્ટેઇન્ટમેન્ટ ઝોન શ્રીરામ પાર્ક-૬માંથી ભરત લાલજીભાઇ પંડયા, વાવડી પટેલ ચોકમાં પટેલ પાન નામની દુકાન ધરાવતા આનંદ અરવિંદભાઇ રૂપાપરા, વાવડી ચોકી પાસેથી બાઇક પર ત્રીપલ સવારી નીકળનારા નિતેશ જીતુભાઇ બાબરીયા, ધવલ નરેન્દ્રભાઇ બાબરીયા, ભવતિક પ્રતાપભાઇ ડાંગર, કાલાવડ રોડ કણકોટ પાસે રિક્ષાચાલક ભરત મહેન્દ્રભાઇ પરમાર, પાટીદાર ચોક પાસેથી રીક્ષાચાલક બકુલ જગુભાઇ ચાવડીયા, તાલુકા પોલીસ સ્ટેશનના ગેઇટ પાસે બાઇક પર ત્રીપલ સવારી નીકળનાર નઇમ રસીદભાઇ પઠાણ, સદામ તાજમહંમદભાઇ પઠાણ, નાશીર હનીફભાઇ પઠાણ, તથા યુનિવર્સિટી પોલીસે સોમનાથ -૨માંથી નૈમીષ સુરેશભાઇ હેરમા, સાધુવાસવાણી રોડ, આલાપગ્રીન સીટી પાસે ઉમીયા પાન નાની દુકાન ધરાવતા રવી દેવકરણભાઇ ભાલોડીયા, યુનિવર્સિટી રોડ વિષ્ણુવીહાર સોસાયટી પાસે ખોડીયાર પાન એન્ડ કોલ્ડ્રીંકસ દુકાન બહાર ગ્રાહકો એકઠા કરનાર રમેશ ભીખુભાઇ રૂપાભીંડા, જય ગાત્રાળ પાન એન્ડ કોલ્ડ્રીંકસ દુકાન ધરાવતા મુન્નો ઉર્ફે જીતેન્દ્ર હકાભાઇ ટોયટા, સાધુવાસવાણી રોડ પર મનમંદીર કોલ્ડ્રીંકસ દુકાન બહાર ગ્રાહકો એકઠા કરનાર ભાવેશ જયેશભાઇ મંડીર, ગુરૂજીનગર આવાસના કવાટર પાસે શાકભાજીની લારી ચલાવતા અંકિતસિંહ પ્રવિણસિંહ જાદવને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(1:27 pm IST)
  • ડ્રગ્સ રેકેટ મામલે સંસદમાં ચર્ચા બાદ આજે રાજ્યસભા જયા બચ્ચને કહ્યું કે, હું રવિ કિશનની વાત સાથે સહેમત, યુવાનોને ડ્રગ્સની લતથી બચાવવાની જરૂર: પરંતુ સમગ્ર બોલીવુડને દોષ આપવો ખોટો છે access_time 1:04 am IST

  • રસ્તો ક્રોસ કરી રહેલા ઉત્તર પ્રદેશના ભાજપના ધારાસભ્ય દેવેન્દ્ર પ્રતાપ સિંહને વાહને અડફેટે લઇ લીધા : ચા પીવા ઉભા રહ્યા બાદ રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે જઈ રહેલા વાહને ટક્કર મારી દીધી : ગંભીર હાલતમાં લખનૌ હોસ્પિટલમાં દાખલ access_time 8:37 pm IST

  • દેશમાં કોરોનાનો વધતો કહેર :રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 96,782 પોઝીટીવ નોંધાયા : કુલ કેસની સંખ્યા 52,12,676 થઇ : એક્ટિવ કેસ 10.17,708 થયા : વધુ 87,778 દર્દીઓ સ્વસ્થ થતા 41,09,928 રિકવર થયા : વધુ 1175 લોકોના મોત : મૃત્યુઆંક 84,404 થયો access_time 12:47 am IST