Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

પોલીસમેન વિરૂધ્ધ છ લાખનો ચેક પાછો ફરતાં કોર્ટમાં થયેલ ફરિયાદ

રાજકોટ તા. ૧૭: પોલીસમેન સામે ચેક રીર્ટન અંગેની ફરીયાદ થતાં અદાલતે આરોપીને સમન્સ કાઢીને હાજર થવાનો હુકમ કરેલ છે.

રાજકોટ શહેરમાં રહેતા અને પોલીસમાં અગાઉ ફરજ બજાવતા આરોપી શાંતુભાઇ દાદાભાઇ ખુમાણ, ઠેઃ કોપર ગ્રીન સીટી, ફલેટ નં. એ-૮૦ર, પાણીના ટાંકા પાસે, રેલનગર, રાજકોટવાળા તેમની જ્ઞાતિના ફરીયાદી નાજભાઇ સુરીંગભાઇ ખાચર, ઠે. :- ''સુર્યવંદના'', વાણીયાવાડી શેરી નં.-પ, રાજકોટ પાસેથી કુલ રૂ. ૧પ,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા પંદર લાખ પુરા) પાસેથી સબંધી તથા મિત્રતાના સંબંધના દાવે હાથ ઉછીના વગર વ્યાજે લઇ ગયેલ હતા. આ રકમ ફરીયાદીને તે રકમ પેટે અમુક રકમ પરત ચુકવવા માટે આરોપીએ રૂ. ૬,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા છ લાખ પુરા)નો ચેક ફરીયાદીને આપેલ હતો જે ચેક તા. ૧૪-૦૧-ર૦ર૦ના રોજ ''ફંડ ઇનશફીશીયન્ટ''નાં શેરા સાથે રીર્ટન થતા ફરીયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી થયાનું જણાતા તેઓ તરફથી તેમના એડવોકેટ મારફત નોટીસ આપવામાં આવેલ.

આ નોટીસ આરોપીને બજી જવા છતાં કોઇ રકમ ફરીયાદીને ન ચુકવતા ફરીયાદીએ આરોપી વિરૂધ્ધ નેગોશીયેબલની સ્પે. કોર્ટમાં ચેક રીર્ટન અંગેનો ફોજદારી કેસ દાખલ કરેલ હતો. જે કેસ કોર્ટ રજીસ્ટ્રર લઇને આરોપી સામે સમન્સ ઇસ્યુ કરવાનો હુકમ કરેલ છે.

આ કામમાં ફરીયાદી શ્રી નાજભાઇ સુરીગભાઇ ખાચર વતી વકિલ તરીકે રાજકોટના શ્રી રઘુવિરસિંહ આર. બસીયા, રાજેશ એન. મંજુસા, સંજયસિંહ આર. જાડેજા રોકાયેલ છે.

(2:42 pm IST)
  • ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એકબાજુ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી અને બીજીબાજુ પથ્થરમારો : સરકારી નોકરીમાં 5 વર્ષ માટે કોન્ટ્રાકટ ઉપર ભરતી કરવાના નિર્ણય સામે વિરોધીઓતોફાને ચડ્યા : પોલીસ ઉપર પથ્થરમારો કરતા વળતા જવાબમાં પોલીસનો લાઠીચાર્જ access_time 6:35 pm IST

  • જીપીએસસી ચેરમેન દિનેશભાઇ દાસા સંક્રમિત : હોમ આઇસોલેશનમાં access_time 2:37 pm IST

  • " સર કટા શકતે હૈ ,લેકિન સર ઝુકા શકતે નહીં " : હું ક્ષત્રિયાણી છું : સ્વમાનના ભોગે સિદ્ધાંતમાં બાંધછોડ નહીં કરું : રાષ્ટ્રના સન્માન માટે અવાજ ઉઠાવીશ : રાષ્ટ્રવાદી તરીકે જીવીશ : જયહિન્દ : કંગના રનૌતનું ટ્વીટ access_time 1:00 pm IST