Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

મ્યુ. કોર્પોરેશન તંત્ર આકરાપાણીએ : ૫ ચા-પાનની દુકાનોને તાળા

સોશિયલ ડિસ્ટન્સનો ભંગ બદલ દેવજીવન ટી હોટલ, જય દ્વારીકાધિશ ટી સ્ટોલ તથા હરસિધ્ધી ડિલકસ પાન, જાહલ પાન એન્ડ કોલ્ડ્રીંકસ, પનઘટ ડિલકસ પાન સીલ કરાયા : માસ્ક વિનાના ૨૭ દંડાયા : ૨૭ હજારનો દંડ

રાજકોટ તા. ૧૭ : મ્યુ. કોર્પોરેશનની જગ્યા રોકાણ શાખા દ્વારા આજે શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ રામાપીર ચોકડી વિસ્તારની પાંચ ચા-પાનની દુકાનો સીલ કરી હતી. જ્યારે માસ્ક નહી પહેરનારા ૨૭ લોકોને ૨૭ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર માહિતીમાં જણાવ્યા મુજબ શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો અને ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા ધંધાર્થીઓ અને લોકો સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડક અને દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે, શહેરના જે-જે સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય છે તેવા સ્થળોએ દંડ અથવા સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે, તેમજ માસ્ક વિના જાહેરમાં ફરતા લોકો સામે પણ દંડ વસુલ કરવાની કામગીરી કરવામાં આવે છે. દરમ્યાન આજે તા. ૧૭ના રોજ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ પાંચ દુકાનો સીલ કરવામાં આવી છે, અને શહેરમાંથી ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા ૨૭ આસામીઓ પાસેથી રૂપિયા ૨૭,૦૦૦નો દંડ વસુલ કરવામાં આવેલ છે. જ્યારે  રામાપીર ચોકડી ખાતેની દેવજીવન ટી હોટલ, જય દ્વારિકાધીશ ટી હોટલ, હરસિધ્ધી ડીલકસ પાન, જાહલ પાન એન્ડ કોલ્ડ્રીંકસ અને પનઘટ ડીલકસ પાન સહિત પાંચ દુકાનો સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ સીલ કરવામાં આવી છે.

(3:35 pm IST)
  • કોરોના વાઇરસથી સંક્રમિત બીજેપી સાંસદ અશોક ગાસતિનું નિધન : હજુ બે મહિના પહેલા રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લીધા હતા : ગઈકાલ બુધવારે તિરુપત્તીના લોકસભાના સાંસદ બલ્લી દુર્ગાપ્રસાદ રાવનું કોરોના વાઇરસને કારણે અવસાનથયું : આજ ગુરુવારે બીજા સાંસદનો કોરોના વાયરસે ભોગ લીધો : 2 દિવસમાં 2 સાંસદની ચિર વિદાય access_time 6:23 pm IST

  • દેશમાં કોરોનાનો કહેર યથાવત :રાત્રે 11-30 વાગ્યા સુધીમાં નવા 97.856 પોઝીટીવ નોંધાયા : કુલ કેસની સંખ્યા 51.15.893 થઇ : એક્ટિવ કેસ 10.09.886 થયા : વધુ 82,922 દર્દીઓ સ્વસ્થ થતા 40.22.049 રિકવર થયા : વધુ 1140 લોકોના મોત : મૃત્યુઆંક 83,230 થયો access_time 1:06 am IST

  • શું રેંટિયો કાંતવાથી અંગ્રેજો ભાગી જવાના હતાં ? : થાળી વગાડવાથી કોરોના ભાગી ન જાય તેવું કહેનારા લોકોને ભાજપ સાંસદ સુધાંશુ ત્રિવેદીનો વેધક સવાલ : જે રીતે ગાંધીજીએ આઝાદીના પ્રતીક તરીકે ચરખાને સ્થાન આપ્યું હતું તે રીતે મોદીજીએ સામાજિક ચેતના જાગૃત કરાવવા થાળી વેલણ વગાડવાનું કહ્યું હતું : પાર્લામેન્ટમાં સામસામી આક્ષેપબાજી access_time 11:10 am IST