Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

માધાપર આંગણવાડી દ્વારા પોષણના સંદેશવાળા તોરણનું વિતરણ

રાજકોટ : વડાપ્રધાનશ્રીએ રાષ્ટ્રવ્યાપી પોષણ અભિયાન અંતર્ગત આપેલ 'સહી પોષણ-દેશ રોશન' સુત્રને સાર્થક કરવા દર વર્ષે સપ્ટેમ્બર માસમાં પોષણ સપ્તાહ ઉજવવામાં આવે છે. તેના ભાગરૂપે આઇ.સી.ડી.એસ. વિભાગના મહિલા અને બાળ વિકાસ વિભાગના રાજકોટ ઝોન વિભાગીય નાયબ નિયામક અંકુર વૈદ્યના માર્ગદર્શન હેઠળ ઝોનના પૂર્ણા કન્સલ્ટન્ટ ઋચાબેન દ્વારા માધાપર આંગણવાડીની પૂર્ણા સખી અને પૂર્ણા સહસખી દ્વારા બનાવાયેલ જોખમી સગર્ભા તેમજ કુપોષિત બાળકના ઘરે પોષણના સંદેશાવાળુ તોરણ વિતરણ કરવામાં આવ્યુ હતુ. માધાપર આંગણવાડી કેન્દ્ર નં. ર અને ૩ ના વર્કર બહેનો, અંજનાબેન તૃપ્તીબેન આ વિતરણમાં સાથે જોડાયા હતા.

(4:01 pm IST)
  • પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત પાંચમા દિવસે ઘટાડો : પેટ્રોલમાં 25 પૈસા અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટરે 38 પૈસાનો ઘટાડો : નવો ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે. access_time 11:34 pm IST

  • દેશમાં કોરોનાનો કહેર યથાવત :રાત્રે 11-30 વાગ્યા સુધીમાં નવા 97.856 પોઝીટીવ નોંધાયા : કુલ કેસની સંખ્યા 51.15.893 થઇ : એક્ટિવ કેસ 10.09.886 થયા : વધુ 82,922 દર્દીઓ સ્વસ્થ થતા 40.22.049 રિકવર થયા : વધુ 1140 લોકોના મોત : મૃત્યુઆંક 83,230 થયો access_time 1:06 am IST

  • જીપીએસસી ચેરમેન દિનેશભાઇ દાસા સંક્રમિત : હોમ આઇસોલેશનમાં access_time 2:37 pm IST