Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

જામનગરના ચકચારી ગુજસીટોક કાયદા હેઠળ પકડાયેલા જયેશ પટેલ અને તેના સાગ્રીતોને ૨૦ દિવસની રિમાન્ડ મેળવવા રાજકોટની સ્પેશ્યલ કોર્ટમાં રજૂ કરાયા

રાજકોટ : જામનગરમાં હત્યા જમીન કૌભાંડ, અપહરણ અને ધાકધમકી આપીને ગેંગ બનાવી મિલ્કતો પડાવી લેવાના અનેક કિસ્સાઓમાં સંડોવાયેલા નામચીન ભુમાફિયા જયેશ પટેલ સહિતના તમામ આરોપીઓને આજે સૌરાષ્ટ્રની રાજકોટ ખાતે આવેલ ડેજીગ્નેટેડ કોર્ટમાં ૨૦ દિવસની રીમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવ્યા છે.

રાજકોટના જિલ્લા સહકારી વકીલ સંજયભાઈ વોરા દ્વારા જામનગર પોલીસની તરફેણમાં આરોપીઓની રિમાન્ડ મેળવવા વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી. રિમાન્ડ અરજીની સુનાવણી પૂર્ણ થયા બાદ રિમાન્ડ અંગેનો ચુકાદો આપવામાં આવશે.

તમામ આરોપીઓને ગુજસીટોક કાયદા હેઠળ રાજકોટની ખાસ અદાલતમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવેલ છે.

આ કાયદા હેઠળ ફાંસી તેમજ આજીવન કેદની સજા તેમજ ૧૦ લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે.

આ કામમાં સરકાર પક્ષે જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ વોરા રોકાયેલા છે.

(11:56 am IST)