Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

અસ્થમા-બ્લડપ્રેશર હોવા છતાં કોરોનાને હરાવતાં રંજનબેન કોટક

સરકારી સારવારથી સંતુષ્ટ છીએઃ નરેન્દ્રભાઇ કોટક

રાજકોટ : સમરસ કોવિડ કેર સેન્ટર ખાતે સારવાર મેળવ્યા બાદ કોરોનામુકત બનેલાં ૬૮ વર્ષીય રંજનબેન કોટક પોતાનો પ્રતિભાવ આપતાં કહે છે કે, 'સાધારણ તાવ આવતાં મેં કોરોના ટેસ્ટ કરાવ્યો અને એ પોઝિટિવ આવ્યો. મને અસ્થમા અને બી.પી.ની જૂની તકલીફ છે. તેમ છતાં જયારે મારો રીપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારે સહેજ પણ ડર્યા વિના મેં તરત જ દ્રઢ નિશ્યય કરી લીધો કે હું કોરોનાને હરાવીને જ રહીશ. શરૂઆતના હોમ કવોરન્ટાઇન સમયગાળા દરમિયાન સમયસર દવા, ઉકાળા, નાસ લેવી, ગરમ પાણી પીવા જેવી બાબતોને નિત્યક્રમમાં સમાવી અને ત્યાર બાદ સમરસ કોવિડ કેર સેન્ટર ખાતે કાર્યરત આરોગ્યકર્મીઓ દ્વારા પૂરતી કાળજી અને સાર-સંભાળ રાખવામાં આવી જેથી હવે તો હું સંપૂર્ણ સ્વસ્થ છું.' કોરોનાના દર્દીઓ માટે સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરી વિશે વાત કરતાં રંજનબેનના પતિ નરેન્દ્રભાઇ કોટકે જણાવ્યું હતું કે, 'સરકારી હોસ્પિટલમાં મળેલી સારવાર અને સવલતોથી ૧૦૦% સંતુષ્ટ છીએ અને એ વિશે કોઈપણ પ્રકારની ફરિયાદ નથી. સરકાર અને આરોગ્યકર્મીઓ કોરોનાને હંફાવવા જે કાર્ય કરી રહ્યાં છે તે ખરેખર સરાહનીય છે.'

(1:24 pm IST)