Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

સામાન્ય અકસ્માત બાદ કારચાલકે એસટી ડ્રાઇવરને પાઇપથી ફટકાર્યાઃ છોડાવવા આવનારને પણ ઢીકાપાટુઃ વિડીયો વાયરલ

ઢેબર રોડ ભુતખાના ચોક નજીક બનાવઃ કાર ચાલક ગાળો બોલી ફટકારતો હોય તેવો વિડીયો થયો વાયરલઃ જીજે૦૩એલજી-૪૨૧૩નંબરની કારના ચાલક સામે ગુનો નોંધી શોધખોળ કરતી પોલીસ

રાજકોટઃ શહેરમાં સામાન્ય અકસ્માતને પગલે મારામારીના બનાવ અવાર-નવાર બની જાય છે. ગત સાંજે સાતેક વાગ્યે ખેડબ્રહ્મા-જુનાગઢ રૂટની એસટી બસ નં. જીજે૧૮ઝેડ-૬૦૮૪ રાજકોટ બસ સ્ટેશનથી જુનાગઢ જવા નીકળી ત્યારે ઢેબર રોડ ભુતખાના ચોક નજીક નવરંગ ફર્નિચર પાસે પહોંચતા જીજે૦૩એલજ-૪૨૧૩ નંબરના કારનો ચાલક રોડ ડિવાઇડરના ગેપમાંથી ટર્ન લઇ નીકળતાં બસ સાથે અડી જતાં બંને વાહનમાં જરા-જરા નુકસાન થયું હતું. આ બનાવ બાદ કારચાલકે રોડ પર ઉતરી બસના ડ્રાઇવર અરવલ્લીના ભીલોડા તાબેના મલાસા ગામના ખેડબ્રહ્માના વતની વાલજીભાઇ સુકાભાઇ અસોડા (ઉ.વ.૪૬)ને સ્ટીલના પાઇપથી માર મારી બેફામ ગાળો ભાંડી હતી. આ ઉપરાંત બીજી બસના ડ્રાઇવર રાજેન્દ્રભાઇ મેરામણભાઇ પારઘી છોડાવવા આવતાં તેને પણ ઢીકાપાટુ મારી લઇ બેફામ ગાળો ભાંડી હતી અને બાદમાં તે કાર લઇને જતો રહ્યો હતો. બનાવને પગલે બસ રોડ પર મુકી દેવાતાં થોડો સમય ટ્રાફિક જામ થઇ જતાં પોલીસ પહોંચી હતી. ભકિતનગરના પીએસઆઇ આર. એન. હાથલીયાએ વાલજીભાઇની ફરિયાદ પરથી કારચાલક સામે આઇપીસી ૧૮૬, ૩૩૨, ૫૦૪, ૪૨૭, ૧૩૫ મુજબ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. તસ્વીરમાં બસ અને ફરિયાદ માટે પહોંચેલા ડ્રાઇવર તથા અન્ય તસ્વીરોમાં કઇ રીતે ડ્રાઇવરને ફટકારાયા તેના વિડીયોના દ્રશ્યો જોઇ શકાય છે.

(12:49 pm IST)
  • જીએસએફસીના બોર્ડ ઉપર ડાયરેકટર તરીકે અંકિતા ક્રિશ્ચયનની નિમણુંક : અમદાવાદઃ ગુજરાત સરકારના નાણાં ખાતાના ફાઇનાન્સીયલ એડવાઇઝર (આઇએન્ડએમડી) તરીકે સેવા આપી રહેલા સુશ્રી અંકિતા આર ક્રિશ્ચિયનની ગુજરાત સરકારના ગુજરાત સ્ટેટ ફાયનાન્સીયલ કોર્પોરેશનના (જીએસએફસી)ના બોર્ડ ઉપર ડાયરેકટર તરીકે શ્રી કમલેશ પટેલના સ્થાને નિમણુંક કરવામાં આવી છે. access_time 2:47 pm IST

  • દમણ પ્રશાસને ગરબાની આપી મંજૂરી: ગરબા ખેલૈયાઓ માટે આનંદના સમાચાર: મંજુરી બાદ દમણ માં થઈ શકશો ગરબા access_time 6:14 pm IST

  • જામનગર ભૂમાફીયા ગેંગ કેસના આરોપીઓના નિવાસ-ઓફીસે તલાસી ચાલુ થયાના બીનસત્તાવાર અહેવાલો મળે છેઃ સત્તાવાર હેવાલો મેળવાઇ રહયા છે. access_time 12:43 pm IST