Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

આવાસ યોજનાના દસ્તાવેજોની કામગીરી ઝડપી બનાવાઇઃ કાલે રવિવારે પણ કચેરી ચાલુ

કોરોનાને કારણે અટકી પડેલી આવાસની કામગીરી યુધ્ધનાં ધોરણે શરૂ કરાવતા મેયર બીનાબેન આચાર્ય-સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડ

રાજકોટ, તા. ,૧૭ : મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારોમાં આવાસ યોજનાઓનું નિર્માણ કરવામાં આવેલ છે. અને લાભાર્થીઓને ડ્રો સિસ્ટમ દ્વારા કેટેગરી વાઈઝ આવાસ  આવાસ ફાળવવામાં આવેલ છે.

કોરોના વાઇરસની વૈશ્વિક મહામારીના કારણે આવાસોના દસ્તાવેજ કરવાના બાકી રહી ગયેલ લાભાર્થીઓને સત્વરે દસ્તાવેજ કરી આપવા સમય લાગે તેમ હોય આ સંદર્ભે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ દ્વારા સરકારશ્રીમાં રજૂઆત કરવામાં આવેલ. તેથી જે લાભાર્થીઓએ ભ્ઝ્રચ્ નંબરથી રજીસ્ટ્રેશન ફી ભરેલ હોય તેમજ અપોઈન્ટમેન્ટ લીધેલ હોય તેવા દસ્તાવેજોની સંખ્યા જોતા સબ રજીસ્ટ્રાર કચેરી રાજકોટ ખાતે રેગ્યુલર સબ રજીસ્ટ્રાર ઉપરાંત જોઇન્ટ સબ રજીસ્ટ્રારનો વધારાનો નોંધણી સર નિરીક્ષક ગુજરાત રાજય, ગાંધીનગર દ્વારા હુકમ કરવામાં આવેલ છે. તદનુસાર આવતીકાલે તા.૧૮રવિવારે સવારે ૧૦.૩૦ થી સાંજે ૦૭ૅં૧૦ સુધી દસ્તાવેજની નોંધણી કરવામાં આવશે, જેમાં મોર્ગેજના ૫૩ સહીત કુલ ૧૬૪ લાભાર્થીઓને તેનો લાભ મળશે.

રાજકોટ મહાનગરપાલિકાના શાસકો દ્વારા સત્વરે દસ્તાવેજનું રજીસ્ટ્રેશન થાય તે માટેના પ્રયાસોને સફળતા મળેલ છે. તેવું વધુમાં  મેયર બિનાબેન આચાર્ય  અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડએ જણાવેલ છે.

(3:40 pm IST)