Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

ગુરૂવારે મુખ્યમંત્રી રાજકોટમાં હોયઃ ઢગલાબંધ ખાતમુહુર્ત-લોકાર્પણ સંદર્ભે મીટીંગોનો ધમધમાટ

કલેકટર કચેરીમાં સવારથી મીટીંગઃ કુલ ૫૫૦ કરોડના કામોની તૈયારી

રાજકોટ, તા., ૧૯: ગુરૂવારે રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને અન્ય મંત્રીઓનો કાફલો રાજકોટમાં છે. કોર્પોરેશન-રૂડા-કલેકટરતંત્ર તથા અન્ય ડીપાર્ટમેન્ટના ઢગલાબંધ ખાતમુહુર્તો-લોકાર્પણના કાર્યક્રમો યોજાયા છે. અંદાજે ૫૫૦ કરોડના કામોની તૈયારીઓ ચાલી રહી છે.

આ તમામ કાર્યક્રમોમાં કોઇ કચાશ ન રહે. કાર્યક્રમો સફળ બને તે સંદર્ભે આજ સવારથી કલેકટર કચેરીમાં કલેકટર અને એડી. કલેકટરના અધ્યક્ષપદે તમામ ડીપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે મીટીંગોનો ધમધમાટ શરૂ થયો છે. કલેકટર એક પછી એક મીટીંગો અને કામોની તૈયારીઓ અંગે રીવ્યુ લઇ રહયા છે. સમીક્ષા થઇ રહી છે. અને અમુક કાર્યક્રમોમાં ફેરફારો પણ થયા છે.

(3:04 pm IST)