Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

રૂ. ચાર લાખનો ચેક પાછો ફરતાં શ્રી હરી ટીસ્યુ પેપરના માલીક સામે કોર્ટમાં ફરિયાદ

રાજકોટ તા. ૧૯: રાજકોટ શહેરમાં રાધે વે-બ્રીજની પાછળ, વાજડી મુકામે શ્રી હરી ટીસ્યુ પેપરના નામે ધંધો કરતા મહેશ ભગવાનજીભાઇ ગીણોયાએ ફરીયાદી વિપુલ દામજીભાઇ ગમઢા પાસેથી લીધેલ રકમ રૂ. ૪,૦૦,૦૦૦/- પરત કરવા ઇસ્યુ કરી આપેલ ચેક રીટર્ન થતા ફરિયાદી દ્વારા મહેશ ભગવાનજીભાઇ ગીણોયા વિરૂધ્ધ રાજકોટના એડી. ચીફ જયુડી. મેજી.ની કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે.

આ કેસની હકીકત જોઇએ તો, ગામ પીપર મુકામે રહેતા અને શ્રી હરી ટીસ્યુ પેપરના નામે ગામ વાજડી મુકામે ધંધો કરતા તહોમતદાર મહેશ ભગવાનજીભાઇ ગીણોયા વિરૂધ્ધ ફરીયાદી વીપુલ દામજીભાઇ ગમઢાએ રાજકોટની અદાલતમાં એ મતલબની ફરીયાદ દાખલ કરેલ કે તહોમતદાર અગાઉ ચંદ્રેશનગરમાં આવેલ બોકબોન શોપીંગો સેન્ટરમાં જીનેકસ ફેશનના નામે રેડીમેઇટ ગારમેન્ટનો ધંધો કરતા હતા જેમાં તહોમતદારને ખોટ જતા ધંધો બંધ કરતી વખતે જુદા જુદા લેણીયાતોને નાણા ચુકવવા નાણાની જરૂરીયાત પડતા ફરિયાદી પાસેથી મિત્રતાના સબંધના દાવે તબકકે-તબકકે લીધેલ રકમ રૂ. ૪,૦૦,૦૦૦/- પરત કરવા તહોમતદારે તેની બેંકનો ફરીયાદી જોગ ચેક ઈસ્યુ કરી આપી, સહી કરી આપી, ચેક સુપ્રત કરી અને ખાત્રી આપેલ કે સદર ચેક ફરીયાદી પોતાના બેન્ક ખાતામાં રજુ રાખશે એટલે ચેક રીર્ટન થશે નહીં અને ચેક સ્વીકારાય જશે અને ફરીયાદીની લેણી રકમ વસુલાઇ જશે.

આરોપીના શબ્દો પર ભરોસો રાખી ફરીયાદીએ સ્વીકારેલ ચેક બેંકમાં રજુ કરતા ચેક સ્વીકારયેલ નહીં અને ચેક રીટર્ન થતા તેની જાણ આરોપીને કરવા છતાં ફરિયાદીનું લેણું કે નોટીસનો રીપ્લાય ન આપતા પ્રથમથી જ ફરીયાદીનું લેણું ડુબાડવાનો બદ ઇરાદો ધારણ કરી આરોપીએ ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ અન્વયે ગંભીર પ્રકારનો ગુનો કરેલ હોવાથી શ્રી હરી ટીસ્યુ પેપરના માલીક મહેશ ભગવાનજીભાઇ ગીણોયા વિરૂધ્ધ ચેક રીટર્ન સબંધે અદાલતમાં ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે.

ઉપરોકત કામમાં ફરીયાદી વિપુલ ગમઢા વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા રોકાયેલ હતા.

(3:06 pm IST)