Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

ગર્ભસંસ્કાર અંગેના પાંચ દિવસ ઓનલાઈન સેમિનારનો પ્રારંભ

ગર્ભાવસ્થા સમયે જરૂરી યોગા, ધ્યાન, કસરત વિ.વિશે માર્ગદર્શન અપાશેઃ ઋતુ બાલધા

રાજકોટઃ હિન્દુ સંસ્કૃતિના સોળ સંસ્કાર પૈકી પ્રથમ એવા ગર્ભસંસ્કાર અંગે ઓનલાઇન તાલીમ સેમીનારનું તજજ્ઞ ઋતુ બાલધા દ્વારા આયોજન કરાયું છે. વિશ્વભરમાં કોરોનાના સંક્રમણે હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયે સગર્ભા મહિલાઓના સ્વાસ્થ્યની કાળજી અને જાળવણી ખુબ જ જરૂરી બની જાય છે. સગર્ભાવસ્થા દરમ્યાન મહિલાઓએ પોતાની તથા ગર્ભસ્થ શિશુના સ્વાસ્થયની કાળજી કેવી રીતે રાખવી તે માટે અનુભવી અને નિષ્ણાંત દ્વારા માર્ગદર્શન આપતા ગર્ભસંસ્કાર સેમિનારનું ઓનલાઈન આયોજન કરવામાં આવ્યું છે.

સંતાનમાં ઉત્તમ સંસ્કારના સીંચનનું પ્રથમ પગથીયું ગર્ભસંસ્કારને ગણવામાં આવે છે અને આવા ગર્ભસંસ્કાર વર્ગો તા.૧૮ થી ૨૩ જાન્યુઆરીએ સાંજે ૦૪-૩૦ થી ૦૫-૩૦ કલાક દરમિયાન રાજકોટથી ઓનલાઇન લેવાશે. જે અંતર્ગત સેમિનારમાં ગર્ભાવસ્થા સમયે જરૂરી યોગા, ધ્યાન અને કસરત, ગર્ભ ધ્યાન અને ગર્ભ સંવાદ, આહારની કાળજી તેનું માર્ગદર્શન, સર્જનાત્મક પ્રવૃત્તિઓ, માનસિક સ્વસ્થતા જાળવવાના ઉપાયો તથા ગર્ભસ્થ શિશુ માટે આવશ્યક સંગીત, મંત્રોચ્ચાર અને શ્ર્લોકો સમજણ આપવામાં આવશે. આ સેમીનારમાં ભાગ લેવા ૭૯૮૪૧૭૦૨૫૬ ઉપર નામ નોંધાવી દેવા યાદીમાં જણાવાયું છે.

(3:14 pm IST)