Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

રવિવારથી ફરી ઠંડીનો રાઉન્‍ડઃ પારો સિંગલ ડીજીટમાં પહોંચી જશે

વેધરએનાલીસ્‍ટ અશોકભાઈ પટેલની તા.૨૦ થી ૨૭ જાન્‍યુઆરી સુધીની આગાહી : શુક્રવારે ગરમીનું પ્રમાણ રહેશે, શુક્ર- શનિ ઝાકળવર્ષાઃ તા.૨૨ થી ૨૪ ઉત્તર ભારતના પહાડી પ્રદેશોમાં બરફવર્ષા- વરસાદ પડશે જેની અસરથી સૌરાષ્‍ટ્ર- કચ્‍છ- ગુજરાતમાં તા.૨૪ થી ૨૭ ઠંડીનો રાઉન્‍ડ આવશે

રાજકોટ,તા.૧૯: આગામી રવિવારથી ફરી ઠંડીનો રાઉન્‍ડ આવી રહ્યો છે. ઠંડીનો પારો ફરી ૧૦ ડીગ્રીની નીચે પહોંચી જશે. તેમ વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્‍યું છે.

તેઓએ જણાવેલ કે હાલ ઠંડીમાં રાહત જોવા મળે છે. ઠંડી નોર્મલ આસપાસ જોવા મળે છે. દિવસનું તાપમાન નોર્મલથી ઉચુ (૩૦,૩૧ ડીગ્રી નજીક) રહે છે. રાજકોટમાં ૧૨.૯ (૧૩ ડીગ્રી નોર્મલ), કેશોદ ૧૧.૨ (૧૨ ડીગ્રી નોર્મલ), અમરેલી ૧૧.૩ (૧૧ ડીગ્રી નોર્મલ), ભુજ ૧૦.૮ (૯ ડીગ્રી નોર્મલ), ગાંધીનગર ૯.૮, અમદાવાદ ૧૨.૩ (૧૨ ડીગ્રી નોર્મલ) દિવસનું તાપમાન અમુકમાં સેન્‍ટરોમાં ૨૯ ડીગ્રીથી વધારે અને ઓછા સેન્‍ટરમાં ૨૮ ડીગ્રી રહે છે.

વેધર એનાલીસ્‍ટ શ્રી અશોકભાઈ પટેલે તા.૨૦ થી ૨૭ જાન્‍યુઆરી સુધીની આગાહી કરતાં જણાવ્‍યું છે કે હાલમાં તાપમાન નોર્મલ નજીક રહેશે. તા.૨૨ના દિવસ દરમ્‍યાન ગરમી હજુ વધશે. તા.૨૨ થી ૨૪ દરમ્‍યાન સવારે ભેજનું પ્રમાણ વધશે. શરૂઆતમાં કચ્‍છ અને પヘમિ સૌરાષ્‍ટ્ર તરફ વધશે. તા.૨૩ના વધુ રહેશે તા.૨૨, ૨૩ના ઝાકળની વધુ શકયતા છે. તા.૨૨ થી ૨૪ વચ્‍ચે એક વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ પણ જોવા મળશે.  ઉત્તર ભારતમાં પહાડી વિસ્‍તારોમાં બરફવર્ષા વરસાદ પડશે.જેની અસરથી તા.૨૪ થી ૨૭ ફરી ઠંડીની રાઉન્‍ડ આવશે. હાલ જે તાપમાન છે , તેનાથી નીચુ આવી જશે. ૧૦થી નીચે જશે. (સીંગલ આંકડામાં આવી જશે.) દિવસનું તાપમાન પણ ૨૬ થી ૨૮ ડીગ્રી વચ્‍ચે જોવા મળશે

(4:09 pm IST)