Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

લાખોની કિંમતના ઇંગ્લીશ દારૂના ગુનામાં પકડાયેલ આરોપીઓની જામીન અરજી રદ

રાજકોટ તા. ૧૯ : ૧ર૦૪ બોટલ રૂ.૪,૮૧,૬૦૦/-ની ગેરકાયદેસર ઇંગ્લીશ દારૂ સાથે પકડાયેલ આરોપીઓની સેસન્સ અદાલતે જામીન અરજી રદ કરી હતી.

આ કેસની હકીકત એવી છે કે ગઇ તા.ર૬/૧ર/ર૦ર૦ ના રાજકોટ શહેર ડી.સી.બી.પોલીસ દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન ખાનગી બાતમીના આધારે ખોખડદડ ગામે મેઇન રોડ પર ટાટા એસ માલવાહક નં. જી.જે. ૩ એએકસ ૧૩૩૪ નીકળતા તેનેે રોકી ચેક કરતા તેમાંથી ગેરકાયદેસર પાસ પરમીટ વગરની ભારતીય બનાવટની  ઇંગ્લીશ દારૂની બોટલો કુલ નંગ ૧ર૦૪ કિ.રૂ.૪,૮૧,૬૦૦/ સાથે આરોપીઓ નઇમ દીલાવર ચુડાસમા તથા અક્રમ સલીમ ચૌહાણ બંને રહેવાસી જંગલેશ્વર હુસેની ચોક રાજકોટ મળી આવતા ધોરણસર અટક કરવામાં આવેલ અને વાહન તથા ગેરકાયેસર દારૂનો જથ્થો કબજે કરેલ. અને પોલીસે ધરપકડ કરતા જામીન અરજી કરી હતી.

કોર્ટે બંને પક્ષોની રજુઆતો સાંભળ્યા બાદ ૧પ આ એડીશ્નલ જજ શ્રી બી.બી.જાદવ દ્વારા રજુ થયેલ તપાસના કાગળો, તપાસનીસ અમલદારનું સોગંદનામું વગેરે ધ્યાને લઇ એવા તારણો આપેલ કે, હાલના આરોપીઓના કબજામાથી ઉપરોકત વિગેતેનો મોટા પ્રમાણમાં ઇંગ્લીશ દારૂ મળી આવેલ હોવાનું પ્રથમ દર્શનીય રીતે ફલીત થાય છે. તેમજ દિનપ્રતિદિન સમાજમાં આવા પ્રકારના ગૂન્હાના પ્રમાણ વધતુ જાય છે અને યુવાધન બરબાદ થઇ રહેલ હોય આરોપીઓને તેમની વિરૂદ્ધના આવા ગુન્હામાં જામીન આપવી ન્યાયઉચીત જણાઇ આવતું નથી તેમજ આરોપીઓને જામીન ઉપર મુકત કરવામાં આવે તો આવો ગુન્હો કરતા તત્વોને મોકળુ મેદાન મળે કાયદાનો ભય રહે નહી અને સમાજ ઉપર તેની વિપરીત અસર પડે જેથી બન્ને આરોપીઓની જામીન અરજી રદ કરતો હુકમ કરેલ. આ કામે સરકાર પક્ષે પબ્લીક પ્રોસીકયુટર વકીલ અનિલ એસ.ગોગિયાએ રજુઆત કરેલ.

(4:20 pm IST)