Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

સરગમ દ્વારા ફૂટ કેમ્પ

સાંસ્કૃતિક, સામાજિક અને તબીબી ક્ષેત્રમાં અગ્રેસર રહેનાર સરગમ કલબ શહેરમાં જયપુર ફૂટ કેમ્પના રૂપમાં વધુ એક સેવા કેન્દ્ર ચલાવી રહેલ છે. સરગમ કલબ અને એચ.પી. રાજ્યગુરૂના સંયુકત ઉપક્રમે ડો. પ્રવીણભાઈ એલ. રાજ્યગુરૂની પૂણ્ય સ્મૃતિમાં આ મહીને યોજાયેલ કેમ્પમાં કુલ ૧૫૧ દર્દીએ લાભ લીધેલ. જેમાં કેલીપર્સના દર્દી ૫૨ અને લેગ (પગ) ૯૯ દર્દીઓને વિનામૂલ્યે અપાયા હતા. કેમ્પની સફળતા માટે સરગમ કલબના પ્રમુખ ગુણ વંતભાઈ ડેલાવાળા તથા સહયોગ એચ.પી. રાજ્યગુરૂના હેતલભાઈ રાજ્યગુરૂના માર્ગદર્શન હેઠળ સરગમ સેવા કેન્દ્રના ચેરમેન અરવિંદભાઈ પટેલ અને આ કેમ્પમાં કમાણી ફાઉન્ડેશનના દીપકભાઈ કમાણી તેમજ રશ્મીભાઈ કમાણીનો સહયોગ મળેલ છે. કેમ્પને સફળ બનાવવા માટે કમાણી ફાઉન્ડેશનના મનીષભાઈ મારૂ, કિશોરભાઈ પરમાર, જે.કે. સરાઠે તેમજ સરગમ કલબના કમિટી મેમ્બર પ્રફુલભાઈ મીરાણી, ભરતભાઈ સોલંકી, કનૈયાલાલ ગજેરા તેમજ સરગમ લેડીઝ - કમિટી મેમ્બરો ચેતનાબેન સવજાની, ભાવનાબેન મહેતા, જયશ્રીબેન વ્યાસ, સુધાબેન દોશી, આશાબેન ભુછડા, જયશ્રીબેન મહેતા, પ્રતિમાબેન મહેતા, હેતલબેન થડેશ્વર, કૈલાશબેન વાળા, દેવાંશીબેન શેઠ વગેરેએ જહેમત ઉઠાવી હતી. આ કેમ્પમાં રાજસ્થાનના ડોકટરો જગનલાલ ચોધરી, હેમંત શર્મા, તુફાનસિંહ તોમર વગેરેએ સેવા આપેલ.

(4:21 pm IST)