Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

અનેક જિંદગી બચાવનાર ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ આશા વર્કરોનો પગાર રોજના માત્ર ૩૩ રૂપિયા ! : પ્રશ્ન ઉકેલવા રેલી - રજૂઆત

રાજકોટ : કોરોના કાળમાં ઘરે-ઘરેથી દર્દી શોધી અને તેની સારવારની વ્યવસ્થા કરવા સુધીની કપરી અને જોખમી જવાબદારી નિભાવતા ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ 'આશા વર્કર' બહેનોના પગાર વધારા સહિતના પડતર પ્રશ્નો ઉકેલવાની ઉગ્ર માંગ સાથે આજે સેંકડો આશાવર્કર બહેનોએ વિશાળ રેલી યોજી અને કલેકટરને રજૂઆત કરી હતી તે વખતની તસ્વીર.  આ આવેદન પત્રમાં સમગ્ર વિશ્વ કોરોના જેવી મહામારી સામે ઝઝુમી રહ્યું છે. એમાં આપણો દેશ પણ બાકાત નથી. આવા કપરા કાળમાં આશાવર્કર અને ફેસિલિટેટર સહિતના કોરોના વોરિયર્સ દેવદૂત બની છેલ્લા નવ મહિનાથી જનતાને કોરોનાના પ્રકોપથી બચાવવા પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે એમની કામગીરીને સમ્માનિત કરવાની જગ્યાએ એમનું શોષણ કરવામાં આવી રહ્યું છે. સરકાર એક બાજુ એમ કહી રહી છે કે આશવર્કર સ્વૈચ્છીક કાર્યકર છે અને અઠવાડીયામાં ચાર થી પાંચ દિવસ પોતાની મરજી મુજબ રોજ બે કલાક આરોગ્યને લગતી પ્રવૃતી કરે છે અને એના બદલામાં એમને ઇન્સેન્ટીવ ચુકવવામાં આવે છે. આ બાબતે જણાવવાનું કે કોરોના એ જીવલેણ બિમારી છે અને કોરોનાનો વાઇરસ કોઇ સાથે ભેદભાવ કરતો ના હોઇ આશાવર્કરો અને ફેસીલીટેટર બહેનો કોરોનાથી સંક્રમતિ થવાના ભય વચ્ચે  પોતાની અઠવાડીયાના સાતે દિવસ પુરા સમય માટે કોરોનાને લગતી કામગીરી નિષ્ઠાપૂર્વક કરી રહી છે. એમ છતાં અ જોખમી કામગીરીના બદલામાં આશાવર્કરોને રોજના માત્ર ૩૩-૩૩ રૂપિયા જયારે ફેસીલીટેટરને માત્ર ૧૭-૦૦ રૂપિયા જેટલું વળતર ચુકવવામાં આવી અન્યાય કરવામાં આવી રહ્યો છે. તેમજ આ મહિલાઓને દર મહિને કોઇ ફિકસ વેતન મળતુ ના હોઇ બિમારીના તેમજ માતૃત્વ ધારણ કરવાના પ્રસંગોમાં એમની આવક બંધ થઇ જતી હોઇ પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે ગુજરાત સરકારના મહિલા સશકિતકરણના અણિયાનને સફળ બનાવવા અમારી નીચેની માગણીઓ સરકાર સુધી પહોંચાડી આ મહિલા કર્મચારીઓને ન્યાય આપવા માંગ છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(4:22 pm IST)