Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

ભાજપે પાણી પ્રશ્ને પ્રજાને છેતરી છે : પરેશ ધાનાણી

વોર્ડ નં. ૫-૬માં યોજાયો જનસંવાદ કાર્યક્રમ : સૌરાષ્ટ્ર પ્રભારી જીતેન્દ્ર બુધેલજી માઇક્રોલેવલ આયોજનથી પ્રભાવીત : હેલ્મેટના કાળા કાયદા અને ઇ-મેમાના ફટકાથી ત્રાહીમામ પ્રજા મતદાનમાં આક્રોશ ઠાલવી શાસકોની શાન ઠેકાણે લાવશે : પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાનું આક્રમક નિવેદન

રાજકોટ તા. ૧૯ : મ.ન.પા.ની ચૂંટણીના ભાગરૂપે કોંગ્રેસ દ્વારા દરેક વોર્ડમાં જનસંવાદ કાર્યક્રમો શરૂ થયા છે જે અંતર્ગત વોર્ડ નં. ૫-૬માં યોજાયેલ. કાર્યક્રમમાં વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ આક્ષેપ કર્યો હતો કે ભાજપે પાણી પ્રશ્ને પ્રજાને છેતરી છે.

આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરની યાદીમાં જણાવાયું હતું કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ જન સંવાદ કાર્યક્રમ વોર્ડ નં.૫ અને ૬ માં તા.૧૮/૦૧/૨૦૨૧ના રોજ જનસંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વોર્ડના તમામ આગેવાનો, કાર્યકરો, હોદ્દેદારો, સેકટર સંયોજકો, બુથ પ્રભારી, જનમીત્રો, સહિતના કોંગ્રેસ પરિવારના સભ્યોની બેઠક યોજાઈ હતી.

 આ બેઠકમાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા શ્રી પરેશભાઈ ધાનાણી, ઓલ ઇન્ડીયા કોંગ્રેસ સમિતિના ઇન્ચાર્જ અને સૌરષ્ટ્રના પ્રભારી શ્રી જીતેન્દ્ર બઘેલજી, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત, ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, પ્રદેશ કોંગ્રેસ આગેવાનો જશવંતસિંહ ભટ્ટી, મિતુલભાઇ દોંગા, પૂર્વ ડેપ્યુટી મેયર ભરતભાઈ મકવાણા, મોહનભાઈ સોજીત્રા, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મેઘજીભાઈ રાઠોડ, પૂર્વ શિક્ષણ સમિતિ ચેરમેન નાથાભાઈ કિયાડા, પૂર્વ કોર્પોરેટર દક્ષાબેન ભેસાણીયા, આગેવાનો તુષારભાઈ નંદાણી, જીતેન્દ્રભાઈ રૈયાણી, અરવિંદભાઈ ભેસાણીયા, દિનેશભાઈ લુણાગરિયા, રાજેશભાઈ લીંબાસીયા, ચાંદનીબેન લીંબાસીયા, ગોવિંદભાઈ સભાયા, હિતેશભાઈ બોરીચા, અનિશભાઇ હિરાણી, રમેશભાઈ સોજીત્રા, અરજણભાઈ મકવાણા, જીતુભાઈ રાઠોડ, જગદીશભાઈ ઠુંન્ગા, હર્ષદભાઈ વઘેરા, જયદેવભાઈ આહીર, રાજુભાઈ કાપડિયા, અરુણભાઈ કાપડિયા, સહિતના આગેવાનો કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ વોર્ડ નં. ૫ પ્રમુખ હરદીપભાઇ રાઠોડ અને વોર્ડ નં.૬ પ્રમુખ ગોરધનભાઈ મોરવાડિયાએ જહેમત ઉઠાવી અને જન સંવાદ કાર્યક્રમનું સફળ આયોજન કરેલ હતું તેવું કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટ અને ગોપાલ મોરવાડિયાની યાદીમાં જણાવ્યું છે.

આ તકે ઉપસ્થિત શહેર પ્રમુખ અશોક ડાંગરે જણાવેલ કે, સૌની યોજનાના નામે ભાજપના હોદ્દેદારોએ ૨૦૦થી વધુ વખત ફોટા પડાવી સસ્તી પ્રસિધ્ધી મેળવી છે.

જ્યારે સૌરાષ્ટ્રના પ્રભારી જીતેન્દ્ર બુધેલજીએ વોર્ડ નં. ૫, ૬નાં માઇક્રો પ્લાનીંગની પ્રશંસા કરી હતી. જ્યારે પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ હેલ્મેટના કાળા કાયદા અને ઇ-મેમાથી ત્રાહીમામ પોકારી ગયેલ પ્રજાજનો હવે મતદાન કરીને શાસકોને જવાબ આપશે તેમ જણાવેલ.

(4:26 pm IST)