Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

મતદાન મથકની ૧૦૦ મી ત્રિજયામાં મોબાઇલ ફોન સહિતનાં પ્રતિબંધો : કલેકટરનું જાહેરનામું

મતદારો માટે મતદાન સંબંધી : વાહન સંબંધી અને વાઇન શોપ અંગેનો જુદા જુદા જાહેરનામા પ્રસિધ્ધ કરતા રેમ્યા મોહન

રાજકોટ, તા. ૧૯ :  ર૧ મી ફેબ્રુઆરીએ યોજાનાર ચૂંટણી દરમિયાન મોબાઇલ ફોન, વાહનો સહિતના પ્રતિબંધો ફરમાવતા જુદા જુદા જાહેરનામા જીલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે.

આ જાહેરસભાઓમાં મતદાન મથક પર મતદારોએ એક કતારમાં ઉભા રહેવું સ્ત્રીઓ માટે અલગ લાઇન હોય તો તે મુજબ ઉભા રહેવું.

મતદાન મથકની ર૦૦ મીટર ત્રીજયામાં ચૂંટણી માટે કોઇ જ બુથ નહીં રાખવા અને ૧૦૦ મીટર વિસ્તારમાં મોબાઇલ ફોન, વાયરલેશ સેટ, કોર્ડલેશ કોર્ડલેશ ફોન કે સંદેશા વ્યવહારનાં કોઇપણ ઉપકરણનો ઉપયોગ નહીં કરવા.  મતદાન મથકોનાં ૧૦૦ મીટર વિસ્તારમાં વાહનો નહીં લઇ જવા.

મતદારોને ધાક-ધમકી આપી મતદાન કરવા નહીં લઇ જવા મતદાનના દિવસે ''ડ્રાઇ-ડે''ની અમલવારી રૂપે વાઇન શોપ, ડોડવા, વગેરે બંધ રાખવા તેમજ ત્યાં પણ દારૂની હેરાફેરી વગેરે નહી કરવા.  આમ ઉપરોકત તમામ બાબતો પર પ્રતિબંધ ફરમાવતાં જુદા જુદા જાહેરનામા પ્રસિધ્ધ કરી અને આ જાહેરનામાનો ભંગ કરનાર સામે ફોજદારી રાહે પગલા લેવા જણાવ્યું છે.

(4:04 pm IST)