Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

દેશી તમંચો તથા કાર્ટીસ સાથે અમિત પાંડેને પકડી લેતી ક્રાઇમ બ્રાન્ચ

રાજકોટઃ સ્થાનીક સ્વરાજની ચૂંટણી શાંતીપુર્ણ રીતે યોજાય અને મતદારો નિર્ભય રીતે મતદાન કરી શકે તે સારૂ શહેરના અસામાજીક તત્વો ઉપર વોચ રાખવા તેમજ શરીર સબંધી ગુનાઓ અટકાવવા અને શરીર સબંધી તથા ગે.કા. હથીયાર વડે ગુનાઓ આચરતા ગુનેગારોની ધરપકડ કરવા તેમજ અસામાજીક અને ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નાબુદ કરવા રાજકોટ શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ તથા સયુંક્ત પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ તથા ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાએ સુચના આપી હોઈ પીએસઆઈ એમ.વી. રબારી તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હેડ કોન્સ. પ્રતાપસિંહ ઝાલા અને હરદેવસિંહ જાડેજાને મળેલી બાતમી પરથી કોઠારીયા રોડ ૧૫૦ ફુટ રીંગ રોડ હુડકો ચોકડી પાસેથી અમીત રામભાઇ પાંડે( ઉ.વ. ૩ર, રહે. વિશ્વનગર આર.એમ.સી. ક્વાર્ટર બ્લોક નંબર ૨૧/રરર૩ ચંદ્રેશનગર મેઇન રોડ મવડી રોડ)ને દેશી બનાવટનો તમંચો કિ.રૂા. ૧૦,૦૦૦નો તથા બાર બોરનો કાર્ટીઝ નંગ-૧ કિ.રૂ ૧૦૦ના સાથે પકડી લીધો હતો.

આ શખ્સ અગાઉ માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં દારૂના 5 ગુનામાં પકડાઈ ચૂક્યો છે.

   આ કામગીરી પીઆઇ વી.કે. ગઢવી, પીએસઆઈ એમ.વી.રબારી, એસ.આઇ. જયેન્દ્રસિંહ પરમાર, હેડ કોન્સ. પ્રતાપસિંહ ડી. ઝાલા, જે.પી.મેવાડા, હરદેવસિંહ જાડેજા, એભલભાઇ બરાલીયા, કોન્સ. પુષ્પરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ સોકતભાઇ ખોરમેં કરી હતી.

(9:27 pm IST)