Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

બબ્બે બૈરી ધરાવતાં ભાઇ ભૂપતના ભૂંડા લખણઃ સગી બહેનને બનાવી હવસનો શિકારઃ ધરપકડ

સોળ વર્ષ પહેલા વિધવા થયેલી બહેનને પોતાની ઘરે આશરો આપ્યા બાદ ભાઇ મટી હેવાન બન્યોઃ બહેન દિયરવટુ કરી સાસરે જતી રહી પછી પણ પીછો ન છોડ્યોઃ છેલ્લે ઓપરેશનના ટાંકા જોવા દે...કહી દૂષ્કર્મ આચર્યુ!: અગાઉ ભૂપતે નાના ભાઇની પત્નિ સાથે પણ બળજબરી કરતાં જેલની હવા ખાધી'તીઃ તાલુકા પોલીસે ગુનો નોંધી સકંજામાં લીધો

રાજકોટ તા. ૧૯: હળાહળ કળીયુગમાં વિચાર્યુ પણ ન હોય તેવા કિસ્સાઓ સામે આવતા રહે છે. શહેરમાં રહેતાં ભૂપત નામના એક શખ્સે પોતાની જ સગી બહેનનો દેહ વારંવાર અભડાવ્યાની ફરિયાદ પોલીસ સુધી પહોંચતા પોલીસ પણ ચોંકી ગઇ હતી. આ હવસખોર સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી કોર્ટ હવાલે કરવા તજવીજ કરી હતી.

તાલુકા પોલીસે ભોગ બનનાર મહિલાની ફરિયાદ પરથી તેના જ સગા ભાઇ ભૂપત સામે આઇપીસી ૩૭૬, ૫૦૬ (૨), ૩૨૩ મુજબ ગુનો નોંધ્યો છે. ભોગ બનનારે ફરિયાદમાં જણાવ્યું છે કે મારા લગ્ન પચ્ચીસ વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં એક પુત્ર છે જે હાલ બાવીસ વર્ષનો છે. આજથી સોળ વર્ષ પહેલા મારા પતિનું અવસાન થયું હતું. એ પછી મને મારો ભાઇ ભૂપત તું એકલી અહિ ન રહેતી, અમારી સાથે રહેજે તેમ કહી તેના ઘરે તેડી ગયો હતો. બાદમાં તેણે તું મારી સાથે શારીરિક સંબંધ બાંધ, તું કોઇને કહેતી નહિ...તેમ કહી વારંવાર બળજબરીથી સંબંધ બાંધ્યા હતાં. દોઢેક વર્ષ હું માવતરે રહી હતી ત્યારે  દસથી પંદર વખત ભાઇ ભૂપતે બળજબરી કરી હતી. બદનામીની બીકે મેં કોઇને વાત કરી નહોતી. એ પછી મારા દિયર સાથે દિયરવટુ વાળવામાં આવ્યું હતું.

ત્યારબાદ હું પતિ, પુત્ર સાથે રહેવા માંડી હતી. એ પછી પણ ભાઇ હું ઘરે એકલી હોય ત્યારે આવીને બળજબરી કરી જતો હતો. આજથી ચારેક વર્ષ પહેલા મારા પતિ સાથે મારા આ ભાઇને ઝઘડો થતાં તેણે ઘરે આવવાનું બંધ કરતાં હું ત્રાસમાંથી મુકત થઇ હતી. એ પછી એટલે કે આજથી ત્રણેક વર્ષ પહેલા ભૂપતે મારા નાના ભાઇના પત્નિ ઉપર પણ બળાત્કાર ગુજારતાં ફરિયાદ થતાં ભૂપત જેલમાં ગયો હતો. એ પછી અમે તેની સાથે બોલચાલ બંધ કરી દીધી હતી.

આજથી બે વર્ષ પહેલા મારા પિતાનું અવસાન થતાં હું મોઢે થવા માવતરે જતાં ભૂપતે ફરીથી બળજબરી ચાલુ કરી દીધી હતી. હું ના પાડુ તો મારી નાંખવાની ધમકી આપતો હતો. આજથી ત્રણ મહિના પહેલા મેં પેટની કોથળીનું ઓપરેશન કરાવેલ. એ પછી હું માતાના ઘરે આરામ કરવા થઇ હતી. એ દરમિયાન આજથી સતરેક દિવસ પહેલા ૨૮/૯/૨૦ના રોજ સાંજે સાડા ચારેક વાગ્યે ભૂપત આવ્યો હતો અને મને ઘરની અંદર લઇ જઇ તારા ઓપરેશનના ત્રણ મહિના થઇ ગ્યા ને...ટાંકા જોવા દે તો...તેમ કહી ફરીથી બળજબરી કરી લીધી હતી. અંતે મેં પતિ સહિતને જાણ કરતાં આ બધાએ હિમત આપતાં ફરિયાદ કરી હતી.

તાલુકા પીઆઇ જે. વી. ધોળાની રાહબરીમાં પીએસઆઇ પી.એમ. રાઠવાએ ગુનો નોંધ્યો હતો. પીએસઆઇ વી.એન. મોરવાડીયા અને નારણભાઇએ હવસખોરની ધરપકડ કરી હતી. પોલીસ સુત્રોના કહેવા મુજબ ભૂપતને બે પત્નિ અને સાત સંતાનો છે. સગી બહેનને હવસખોરીનો શિકાર બનાવનાર ભૂપતને કોર્ટ હવાલે કરવા તજવીજ કરવામાં આવી હતી.

(12:39 pm IST)
  • રાજકોટ માં વીજળી ના કડાકા ભડાકા સાથે સાંજે 1 કલાક માં બેફામ 2 ઇંચ વરસાદ.રોડ પર નદીઓ વહી. વીજળી ના ભયંકર અવાજ થી લોકો ફફડી ઉઠ્યા.ફાયર બ્રિગેડમાં સામા કાંઠે 55 મી.મી. અને જુના રાજકોટ માં 45 મી મી. વરસાદ નોંધાયો .હજુ અસહ્ય બફારો યથાવત.ફફડી access_time 8:44 pm IST

  • મહારાષ્ટ્રમાં દશેરાના તહેવાર ઉપર દર વર્ષે નીકળતી નાંદેડ ગુરુદ્વારાની શોભાયાત્રા ઉપર રોક : કોરોના કહેરને કારણે જાહેર શોભાયાત્રા જોખમી પુરવાર થઇ શકે તેવી મહારાષ્ટ્ર સરકારની રજુઆત : ગુરુદ્વારાના સંચાલકો સુપ્રીમ કોર્ટમાં જતા નામદાર કોર્ટએ મુંબઈ હાઇકોર્ટમાં જવા સૂચના આપી access_time 1:43 pm IST

  • સાંજ સુધીમાં વધુ એક સીસ્ટમ્સ બનશેઃ ૨૨મી સુધી ઓરિસ્સાના ઘણા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડશેઃ બંગાળની ખાડી ઉપર આજે સાંજ સુધીમાં 'લો પ્રેસર એરિયા' સર્જાવાની સંભાવના છે, જેના પરિણામે ઓડિશાના ઘણા ભાગોમાં ૨૨ ઓકટોબર સુધી ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના નિયામક એચ. આર. વિશ્વાસે જણાવ્યું હતું કે, ૨૨ ઓકટોબર સુધી મુખ્યત્વે ઓડિશાના દક્ષિણ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. તેમણે જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન રાજયના કેટલાક ભાગોમાં હળવા પુરની, પાણી ભરવાની શકયતા છે access_time 12:34 pm IST