Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

હજુ બે દિવસ વાતાવરણ અસ્થિર રહેશે

છુટાછવાયા સ્થળોએ કયાંક વરસી જાય, બાદ ભેજ પણ ઘટશેઃ અશોકભાઇ પટેલ

રાજકોટઃ હજુ બે દિવસ એટલે કે ૨૧મી ઓકટોબર સુધી વાતાવરણ અસ્થિર રહેશે. ત્યારબાદ ઉપલાલેવલે ભેજના પ્રમાણમાં પણ ઘટાડો આવી જશે તેમ વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્યુ છે.

અરબી સમુદ્રવાળી સીસ્ટમ્સ નબળુ પડી વેલમાર્ક લોપ્રેસર બનેલ છે અને ભારતથી ઘણુ દુર છે. મધ્ય બંગાળની ખાડીમાં એક ૫.૮ કિ.મી.ના લેવલ સુધી છે જે આવતીકાલ સુધીમાં લોપ્રેસરમાં પરીવર્તીત થશે એક ઇસ્ટવેસ્ટ સીઅરઝોન છે જે ૧૪ ડીગ્રી નોર્થ લેટીટયુડ ઉપર (કર્ણાટકથી તેલંગાણા, આંધ્ર) થી પસાર થાય છે. જેના લીધે સરકયુલેશન થયું છે.

છેલ્લા ૧૩ દિવસથી ચોમાસુ રેખા સ્થગીત થઇ ગયેલ છે. (જે પોરબંદરથી રાજકોટ વલ્લભ વિદ્યાનગરથી પસાર થાય છે.)

હાલમાં જે વરસાદ પડે છે તે ઉપલાલેવલની અસ્થિરતાના લીધે પડે છે હજુ બે દિ' વાતાવરણમાં અસ્થિરતા રહેશે ત્યારબાદ ઉપલા લેવલે બે ભેજનું પ્રમાણ ઘટી જશે. ૨૧મી સુધી અસ્થિર વાતાવરણ જોવા મળશે.

(3:04 pm IST)