Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

વડોદરાથી બાઇક ચોરી કરી ૧૪ વર્ષથી ફેરવતો ખોરાસાનો શંકર પરમાર પકડાયો

બાઇકની નંબર પ્લેટ બદલીને પરાપીપળીયામાં મિત્રને મળવા આવ્યો' તો : ગાંધીગ્રામ પોલીસે ઇન્દીરા સર્કલ પાસેથી દબોચ્યો

રાજકોટ, તા. ૧૯ :  વડોદરાથી બાઇક ચોરી કરી નંબર પ્લેટ બદલીને ૧૪ વર્ષથી ફેરવતા શખ્સને ગાંધીગ્રામ પોલીસે ઇન્દીરા સર્કલ પાસેથી પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલની સુચનાથી ગાંધીગ્રામ પોલીસ મથકના પી.આઇ.કે.એ. વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. આર.એસ. પટેલ, હેડ કોન્સ. ખોડુભા જાડેજા, વનરાજભાઇ લાવડીયા, દિવ્યરાજસિંહ જાડેજા, ગોપાલભાઇ પાટીલ, બ્રીજરાજસિંહ ઝાલા, ગોપાલભાઇ બોળીયા, તથા શિવભદ્રસિંહ જાડેજા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે પી.એસ.આઇ. આર. એસ. પટેલ તથા વનરાજભાઇ લાવડીયાને મળેલી બાતમીના આધારે ઇન્દીરા સર્કલ પાસેથી જુનાગઢના ખોરાસાા ગામના શંકર અલુભાઇ પરમાર (ઉ.વ.૪ર) ને જી.જે. ૧૧ આર. ર૮પ૧ નંબરના ચોરાઉ બાઇક સાથે પકડી લીધો હતો. પોલીસે તપાસ કરતા બાઇકમાં લગાવેલી નંબર પ્લેટ ખોટી હોવાનું જાણવા મળ્યું હતું. શંકરની પુછપરછ કરતા તેણે આ બાઇક ૧૬વર્ષ પહેલા વડોદરાના સયાજીગંજ વિસ્તારમાંથી ચોરી કર્યાની કબુલાત આપી હતી. અને તે જામનગર રોડ પર પરાપીપળીયા પાસે રહેતા મિત્રને મળવા આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પોલીસે તેની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

(4:44 pm IST)