Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

ગઇકાલે રજામાં પણ મ.ન.પા.ની આવાસ યોજનાનાં ૧૪૭ લાભાર્થીઓનાં દસ્તાવેજો કરાયા

રાજકોટ તા. ૧૯ :.. મ્યુ. કોર્પોરેશન દ્વારા આવાસ યોજનાના ૧૪૭ લાભાર્થીઓ માટે રવિવારે પણ દસ્તાવેજો કરવામાં આવ્યા. તેમ હાઉસીંગ કમીટી ચેરમેન જયાબેન ડાંગરે જણાવ્યું હતું.

આ અંગે જયાબેનએ જણાવ્યું  હતું કે  મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારોમાં આવાસ યોજનાઓનું નિર્માણ કરવામાં આવેલ છે. અને લાભાર્થીઓને ડ્રો સિસ્ટમ દ્વારા કેટેગરી વાઇઝ આવાસ, આવાસ ફાળવવામાં આવેલ છે.

કોરોના વાઇરસની વૈશ્વિક મહામારીના કારણે આવાસોના દસ્તાવેજ કરવાના બાકી રહી ગયેલ લાભાર્થીઓને સત્વરે દસ્તાવેજ કરી આપવા સમય લાગેતેમ હોય આ સંદર્ભે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા સરકારશ્રીમાં રજૂઆત કરવામાં  આવેલ. તેથી જે  લાભાર્થીઓએ પીડીઇ નંબરથી રજીસ્ટ્રેશન ફી ભરેલ હોય તેમજ અપોઇન્ટમેન્ટ લીધેલ હોય તેવા દસ્તાવેજોની સંખ્યા જોતા સબ રજીસ્ટ્રાર કચેરેી રાજકોટ ખાતે રેગ્યુલર સબ રજીસ્ટ્રાર ઉપરાંત જોઇન્ટ સબ રજીસ્ટ્રારની વધારાનો નોંધણી સર નિરીક્ષક ગુજરાત રાજય, ગાંધીનગર દ્વારા હુકમ કરવામાં આવેલ તદનુસાર તા. ૧૮ ઓકટો. રવિવારના રોજ સવારે  ૧૦.૩૦ થી સાંજે ૭.૧૦ સુધી દસ્તાવેજની નોંધણી કરવામાં આવેલ, જેમાં રૂ. ૧૬,૦૯,રરપ સ્ટેમ્પ ડયુટી તથા રૂ. ૩,૧૮,૧૭૦ રજીસ્ટ્રેશન ફી ભરી મોર્ગેજના ૪૦ સહિત કુલ ૧૪૭ લાભાર્થીઓએ તેનો લાભ લીધેલ.

(3:50 pm IST)