Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

૩ વર્ષમાં ડામરનાં ૧૪૦ નમૂના ફેઇલ

રસ્તાઓ તુટવાનુ કારણ વરસાદ અને ખોદકામઃ જનરલ બોર્ડમાં ઉદિત અગ્રવાલે રજૂ કર્યો જવાબ

રાજકોટ :.. શહેરમાં છેલ્લા ૩ વર્ષમાં ડામરનાં ૧૪૦ નમૂના ફેઇલ  થતા કોન્ટ્રાકટરોને રૂ. પ૦ લાખનો દંડ થયાનું આજે મળેલ જનરલ બોર્ડમાં મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે જવાબ રજૂ કર્યો હતો.

આજે મળેલ જનરલ બોર્ડમાં ભાજપ-કોંગ્રેસનાં ર૮ કોર્પોરેટરોએ કુલ ૩૯ પ્રશ્નો રજૂ કર્યા હતાં. જેમાં સૌ પ્રથમ પ્રશ્ન કોંગ્રેસના વોર્ડ નં. ૧૩ ના કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે  પુછેલા જર્જરીત રસ્તાઓ અને તેની ગુણવતા કોન્ટ્રાકટરને દંડ, ડામરના નમૂના ફેઇલ વગેરે પ્રશ્નોની ચર્ચા શરૂ થઇ હતી.

આ અંગે મ્યુ. કમિશરન ઉદિત અગ્રવાલે જવાબ રજૂ કરતા જણાવ્યું હતું કે, રસ્તાઓ વરસાદ અને ખોદકામના કારણે તુટયા છે. જયારે વર્ષ ર૦૧૭ ની ર૦ર૦ સુધીમાં ડામરનાં કુલ ૩૩૭૯ સેમ્પલ લેવામાં આવ્યા હતાં. જેમાં ૩રપ૭ પાસ થયા છે. અને  ૧૪૦ નમૂના નાપાસ થતા કોન્ટ્રાકટરોને રૂ. પ૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

(3:56 pm IST)