Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

શહેરીજનોને કોઇપણ રંજાડતું હોય તો ડર વગર પોલીસનો સંપર્ક કરવા અનુરોધ

રાજ્ય સરકારે હાલમાં પાસા અધિનિયમમાં સુધારાઓ કરતાં અન્ય હેડના ગુનાઓનો પણ પાસામાં સમાવેશ કરવામાં આવ્યો હોઇ રાજકોટ પોલીસ નવા કાયદા મુજબ પાસા કરી રહી છે. તેમજ ગુજસીટોક તથા લેન્ડ ગ્રેબીંગ, દારૂ જેવા ગુનાઓમાં પણ પાસાની જોગવાઇ થઇ રહી હોઇ અને પોલીસ લોકોને રંજાડતા ભુમાફીયાઓ, વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરી રહી હોઇ શહેરમાં કોઇપણ નાગરિકને કોઇપણ માથાભારે શખ્સો હેરાન કરતાં હોય ધમકી આપતાં હોય કે બળજબરીથી રૂપિયા પડાવતાં હોય તો કોઇપણ જાતો ભય રાખ્યા વગર શહેર પોલીસનો સંપર્ક પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે અનુરોધ કર્યો છે.

(3:03 pm IST)