Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

આજે કતલની રાત : કાલે અક્કલનો દિવસ

૧૧ લાખ મતદારો ૨૯૩ ઉમેદવારોનું ભાવિ કરશે નક્કી

૫.૬૭ લાખ પુરૂષ અને ૫.૨૬ લાખ સ્ત્રી મતદારો : ૧૮ વોર્ડમાં ૯૯૧ બુથ : વોર્ડ નં. ૩માં સૌથી વધુ ૭૯,૩૩૬ મતદાર : વોર્ડ નં. ૭માં સૌથી ઓછા ૪૯,૪૭૫ મતદારો

રાજકોટ તા. ૨૦ : આવતીકાલે મ.ન.પા.ની ચૂંટણી છે તે પૂર્વે આજે રાજકિય પક્ષો માટે અને ઉમેદવારો માટે કતલની રાત છે. સવારથી રાત્રી સુધી ઉમેદવારો પોતપોતાના મત વિસ્તારમાં આંટા-ફેરા કરી અને મતદારોને એકાંતમાં મળી રિઝવવાના પ્રયાસો કરી રહ્યા છે.

આજે ભાજપ - કોંગ્રેસ અને આપ ત્રણે પક્ષના ઉમેદવારો મત વિસ્તારોમાં બને તેટલો વધુ લોકસંપર્ક કરીને છેલ્લી ઘડીએ મતદારોને રિઝવવાના પ્રયાસો કરી રહ્યા છે. શામ - દામ - દંડ - ભેદની તમામ નીતિઓ અપનાવીને પોતાના તરફી મતદાનની અપીલ કરી રહ્યા છે.

આમ, આજની રાત ઉમેદવારો માટે કતલની રાત છે. કેમકે આવતીકાલે શહેરના ૧૧ લાખ મતદારો ચૂંટણી લડી રહેલા ભાજપ, કોંગ્રેસ, આપ, એન.સી.પી. જેવા રાષ્ટ્રીય પક્ષો ઉપરાંત અપક્ષના મળી કુલ ૨૯૩ ઉમેદવારોનું ભાવિ નક્કી કરીને ૭૨ ટકોરાબંધ ઉમેદવારોને પસંદ કરનાર છે.

શહેરના ૧ થી ૧૮ વોર્ડમાં કુલ ૫,૬૭,૦૦૧ પુરૂષ ત્થા ૫,૨૬,૯૭૦ મહીલાઓ મતદારો તથા અન્ય ૧૮ હજાર સહીત કુલ ૧૦,૯૩,૯૯૧ મતદારો છે.

મ.ન.પા.ની ચુંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આપ, એનસીપી, બીએસપી સહિત પક્ષના ૨૯૩ ઉમેદવારો મેદાનમાં છે. ૧૦.૯૩ લાખ શહેરીજનો ૨૧મીએ મતદાન કરશે. ૨૩મીએ પરિણામ જાહેર થશે.

નોંધનીય છે કે ર૦૧પમાં ૮.૪૮ લાખ મતદારો હતા જેમાં શહેરમાં ભેળવાયેલ માધાપર, મુંજકા, ઘંટેશ્વર, મોટામવા, મનહરપર ગામોના મતદારો સહીત કુલ ર.૫૦થી વધુ  લાખ મતદારોનો વધારો થયો છે.

અગાઉ પણ પ્રાથમિક મતદાર યાદી પ્રસિધ્ધ થયેલ જેમાં શહેરનાં કુલ મતદારો ૧૦.૬૪ લાખ હતા ત્યારબાદ ફરી સુધારા - વધારા કરી જાન્યુઆરી ૨૦૨૧ની સ્થિતિની મતદાર યાદી આજે પ્રસિધ્ધ થતાં તેમાં ૪૦ હજાર મતદારો વધતા શહેરનાં કુલ મતદારો ૧૦.૯૩ લાખ થયા છે.

૨૯૩ ઉમેદવારો

આવતીકાલે યોજાનાર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ ૨૯૩ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ થશે. જેમાં ભાજપ - આપ તમામે તમામ ૧૮ વોર્ડ કોંગ્રેસ - ૧૬ તથા બીએસપી-૩ તેમજ એન.સી.પી.-૧ વોર્ડમાં આખી પેનલ મેદાનમાં ઉતારી છે.

કયાં વોર્ડમાં કેટલા ઉમેદવારો

વોર્ડ નં. ૧માં ૨૧, વોર્ડ નં. ૨માં ૧૨, વોર્ડ નં. ૩માં ૧૫, વોર્ડ નં. ૪માં ૧૯, વોર્ડ નં. ૫માં ૧૪, વોર્ડ નં. ૬માં ૧૪, વોર્ડ નં. ૭માં ૧૪, વોર્ડ નં. ૮માં ૯, વોર્ડ નં. ૯માં ૧૬, વોર્ડ નં. ૧૦માં ૧૪, વોર્ડ નં. ૧૧માં ૧૭, વોર્ડ નં. ૧૨માં ૧૫, વોર્ડ નં. ૧૩માં ૨૦, વોર્ડ નં. ૧૪માં ૧૪, વોર્ડ નં. ૧૫માં ૧૯, વોર્ડ નં. ૧૬માં ૧૫, વોર્ડ નં. ૧૭માં ૧૬ તથા વોર્ડ નં. ૧૮માં ૧૯ સહિત કુલ ૨૯૩ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.(૨૧.૨૪)

કયો પક્ષ કેટલી બેઠક પર લડી રહ્યો છે ચૂંટણી જંગ

પક્ષ

બેઠક

ભાજપ

૭૨

આપ

૭૨

કોંગ્રેસ

૭૦

એન.સી.પી.

૨૬

બી.એસ.પી.

૨૬

અપક્ષ

૨૦

માર્કસવાદી

અન્ય

કયાં વોર્ડમાં કેટલા મતદારો : વોર્ડ વાઇઝ માહિતી

વોર્ડ

કુલ મતદારો

૭૨,૦૧૫

૫૫,૧૦૭

૭૯,૩૩૬

૫૭,૨૯૨

૪૮,૯૦૮

૫૦,૧૮૦

૬૦,૬૧૮

૬૪,૩૨૩

૬૯,૦૩૯

૧૦

૫૪,૫૮૩

૧૧

૭૬,૭૬૪

૧૨

૫૯,૦૩૧

૧૩

૫૮,૪૪૦

૧૪

૬૦,૫૮૧

૧૫

૪૯,૪૭૫

૧૬

૫૩,૦૪૨

૧૭

૬૦,૪૮૯

૧૮

૬૪,૭૬૬

૧૦,૯૩,૯૯૧

 

(3:25 pm IST)