Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

કોવિડ-૧૯ને જંતુમુકત રાખવા દરરોજ ચાર વખત થાય છે સેનેટાઇઝ : રખાય છે ખુબ જ તકેદારી

રાજકોટ :જયાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી કોરોનાના દર્દીઓ સારવાર અર્થે આવે છે તે રાજકોટ સિવિલ કોવીડ – ૧૯ હોસ્પિટલને દિવસમાં ૪ વાર સેનેટાઇઝ કરવામાં આવી રહી છે. કોરોનાના વાયરસનું સંક્ર્મણ અટકાવવા માટે સિવિલમાં ખાસ તકેદારીના ભાગરૂપે દિવસભર સમગ્ર બિલ્ડીંગને જંતુમુકત રાખવા ખાસ સ્પ્રે કરવામાં આવે છે.

હોસ્પિટલને જતું મુકત રાખવા યુદ્ઘના ધોરણે વહેલી સવારે પહેલો રાઉન્ડ શરુ થાય છે. પી.પી.ઈ. કીટ,હેન્ડ ગ્લોઝ,માસ્ક સહિતના પ્રોટેકશન સાથે જંતુ મુકત અભિયાન હેઠળ જંતુઓને ખૂણે ખૂણેથી ગોતી સાફ કરવા યોદ્ઘાની માફક સફાઈ કર્મચારી ડાયાભાઇ સરવૈયાહાથમાં સ્પ્રે લઈ નીકળી પડે છે. કોવીડના તમામ માળ,વોર્ડ,ઓફિસ,લોબી તેમજ બધી જ લિફટને સ્પ્રે કરી ડિસેનફેકટ કરે છે.

ડાયાભાઇ આ કામ ખુબ જવાબદારી સાથે કરે છે,તેઓ જણાવે છે કે,છેલ્લા પાંચ મહિનાથી દિવસમાં ૪ વાર સમગ્ર હોસ્પિટલ સેનેટાઇઝ કરું છું. ઓફિસ,ફલોર, ઓપીડી,એકસ રે રૂમ,એકે એક વિભાગ,લિફટ બધું જ સ્પ્રે કરી ચોખ્ખાઈ રાખવામાં આવે છે.

કોરોના વોર્ડમાંથી આવન જાવન કરતા સ્ટાફની પી.પી.ઈ. કીટ પર જો કોઈ જંતુઓ બહાર આવ્યા હોઈ વારંવાર સેનેટાઇઝ કરવાની ક્રિયાથી વિષાણુઓ મરી જાય અને તે બીજા કોઈને ચેપ ન લાગે,વળી દર્દીઓને લિફટમાં લાવવા લઈ જવામાં આવતા હોઈ લિફટને, સ્ટ્રેચરને અને એમ્બ્યુલન્સને પણ હું સેનેટાઇઝ કરી આપું છું.

સિવિલમાં દરેક લોકો તેમના કામની મહત્વતા જાણે છે. એકપણ દર્દી કે સ્ટાફના લીધે અન્ય કોઈને મુશ્કેલી ન પડે તે માટે ડાયાભાઇ તેમની જવાબદારીની ગંભીરતા સમજે છે. ડાયાભાઇના દાદા હજુ ગઈ કાલે મૃત્યુ પામ્યા હતાં. તેમની ઉત્ત્।ર ક્રિયા પૂર્ણ કરી ફરીથી તેજ દિવસે કામ પર લાગી જઈ ફરજ નિષ્ઠાનું ઉત્ત્।મ ઉદાહરણ તેમણે પૂરું પાડ્યું છે.

(3:38 pm IST)