Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

ડોકટર ભગવાનનું રૂપ...આ કહેવત અહિ સાર્થક થાય છેઃ દિપાબેન

સમરસ સંકુલના સ્ટાફનો હૃદયથી આભાર વ્યકત કરતાં દર્દી

રાજકોટ : કોરોનાના કપરા કાળમાં કોરોના સંક્રમિત દર્દીઓને સાજા કરવા પોતાનો જીવ રેડી દેતાં ડોકટર્સ ખરેખર દેવદૂત સાબિત થયા છે. સમરસ કોવિડ કેર સેન્ટર ખાતે સારવાર મેળવી રહેલા દર્દી દીપાબેન કાછેલાએ પોતાના સુખદ અનુભવોને લાગણીસભર શબ્દોમાં ઢાળી સમરસ કોવિડ કેર સેન્ટરના સ્ટાફનો ઋણ સ્વીકાર કરતાં આભાર પત્ર લખ્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે, 'અહીં સુયોગ્ય સારવારની સાથે મારી વ્યકિતગત સંભાળ લઇને ઘર કરતાં પણ સવિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. કદાચ પ્રાઇવેટ હોસ્પિટલમાં અઢળક પૈસા આપીને પણ અહીં મળતી સારવાર હું ના મેળવી શકી હોત. સમરસ કેર સેન્ટરમાં દર્દીઓને મળતી માનસિક હૂંફ અને સારવાર થકી તેઓ હસતાં મોઢે સ્વગૃહે પરત ફરે છે. ખરેખર ડોકટર્સ એ ભગવાનનું જ સ્વરૂપ છે એ વાત મેં સમરસ કેર સેન્ટરમાં અનુભવી છે. એક દર્દી તરીકે હું સમગ્ર સમરસ સ્ટાફ, સિવિલ સ્ટાફ અને ડોકટર્સનો હૃદયપૂર્વક આભાર વ્યકત કરું છું.'

(3:39 pm IST)