Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

વાહન ચોરીના ગુનામાં ખોડિયારનગરનો શાહબાઝ ઉર્ફ શબલો જોબન પાસામાં

માલવીયાનગર પોલીસે વોરન્ટ બજવણી કરતાં વડોદરા જેલહવાલે

રાજકોટ તા. ૨૦: વાહનચોરીના ગુનામાં સંડોવાયેલા ગોંડલ રોડ ખોડિયારનગર-૧ હૈદરી મસ્જીદ પાસે રહેતાં શાહબાઝ ઉર્ફ શબલો ઉર્ફ નવાબ સતારભાઇ જોબન (ઉ.વ.૧૯)ને પાસા તળે પોલીસ કમિશર મનોજ અગ્રવાલે જેલહવાલે કરવા આદેશ કર્યો છે.

શાહબાઝ અગાઉ માલવીયાનગરના બે તથા આજીડેમ અને ભકિતનગર પોલીસના વાહન ચોરીના એક-એક મળી ચાર ગુનામાં સંડોવાયો હોઇ તેને પાસામાં ધકેલવાની દરખાસ્ત મુકવામાં આવતાં તે મંજુર થઇ હતી. તેને વડોદરા જેલહવાલે કરવા આદેશ થતાં ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે.એસ. ગેડમની રાહબરીમાં પીઆઇ કે. એન. ભુકણ, પીએસઆઇ વી. કે. ઝાલા, હેડકોન્સ. અરૂણભાઇ બાંભણીયા, મયુરભાઇ મિયાત્રા, કોન્સ. હરપાલસિંહ જાડેજા અને રોહિતભાઇ કછોટે વોરન્ટ બજવણી કરી છે.

કાર્યવાહી કરવા માટે ઇ-ગુજકોપ અને પોકેટકોપ એપ ચકાસવામાં આવી હતી. 

(2:40 pm IST)