Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

ભૂપતને ઓફિસે લઇ જઇ પંચનામુ કરાયું: રિમાન્ડ પુરા થતા કોર્ટહવાલે

રાજકોટઃ બેડીના ખેડૂત રમેશભાઇ અજાણીએ નોંધાવેલી જમીન અંગેની ફરિયાદમાં ડીસીબી પોલીસે ભૂપત વિરમભાઇ બાબુતરનો જેલમાંથી કબ્જો મેળવી કોર્ટમાં રજૂ કરતાં બે દિવસના રિમાન્ડ મંજુર થયા હતાં. સામા કાંઠાના હોટેલ સંચાલક ધવલ મિરાણીએ નોંધાવેલા વ્યાજખોરીના ગુનામાં ભૂપતને જેલહવાલે કરાયેલ. બીજા ગુનામાં કબ્જો લઇ મેળવાયેલા રિમાન્ડ આજે પુરા થતાં ફરી તેને કોર્ટ હવાલે કરવા તજવીજ કરવામાં આવી હતી. એ પહેલા સવારે ભૂપતને તેની સામા કાંઠાની ઓફિસ ખાતે પંચનામાના કામ માટે લઇ જવામાં આવતાં લોકો મોટી સંખ્યામાં  ભેગા થઇ ગયા હતાં. ઓફિસે જો કે તાળુ હોઇ પોલીસ ભૂપતને લઇને પરત ફરી હતી. પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની રાહબરીમાં પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ એસ. વી. સાખરા, પીએસઆઇ વી. જે. જાડેજા સહિતની ટીમ વધુ તપાસ કરે છે. (ફોટોઃ અશોક બગથરીયા)

(2:42 pm IST)