Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

વોર્ડ નં. ૧૦ માં અમૃતા સોસાયટીમાં રી-કાર્પેટ

 શહેરના વોર્ડ નં. ૧૦ ના ભાજપના જાગૃત કોર્પોરેટરો તથા સંગઠનની ટીમ દ્વારા થઇ રહેલ વિકાસ કાર્યોના ભાગરૂપે અમૃતા સોસાયટી ખાતે ડામર રી-કાર્પેટના કામ શરૂ કરાતા લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે. ભાજપ મહિલા મોરચાના પ્રભારી શ્રીમતી અંજલીબેન રૂપાણીના હસ્તે આ કામનું ખાતમુહુર્ત કરાયુ હતુ. આ પ્રસંગે મેયર બીનાબેન આચાર્ય, કોર્પોરેટર અશ્વિનભાઇ ભોરણીયા, જયોત્સનાબેન ટીલાળા, વોર્ડ પ્રભારી માધવભાઇ દવે, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, મહામંત્રી હરેશભાઇ કાનાણી, પરેશભાઇ તન્ના, પૂર્વ કોર્પોરેટર પરેશભાઇ હુંબલ, સ્થાનીક ભાજપ અગ્રણી કૌશીકભાઇ ધોળકીયા, ગીરીશભાઇ દેવળીયા, ભરતભાઇ ગોસાઇ, સ્થાનિક લતાવાસીઓ ગોરધનભાઇ શીંગાળા, વિરલભાઇ કારીયા, વિજયભાઇ શીંગાળા, નિખીલભાઇ મહેતા, શ્રી ત્રિવેદી, જયેશભાઇ શાહ, અમૃતેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી ભાવેશભાઇ દવે, કમલેશભાઇ જોષી, શ્રી સૈની, શ્રી ગોડાજી, પ્રદીપભાઇ રાજવીર, પારૂલબેન લાઠીગ્રા, મહેશભાઇ સંઘવી, હનીફભાઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(2:54 pm IST)