Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

પૂ.જલારામ બાપાનો પરીચય

સાધુએ જલારામની સામે જોઈ હસીને બોલ્યા 'રામ રામ સીતારામ'....

પૂજય જલારામ બાપા નો જન્મ તા.૪/૧૧/૧૭૯૯, સોમવાર, અભિજીત નક્ષત્રમાં વીરપુર લોહાણા પરિવારમાં વિક્રમ સંવત ૧૮૫૬ ના કારતક સુદ સાતમ, સોમવાર, (ભગવાન રામ નો જન્મ પણ અભિજીત નક્ષત્ર માં થયેલ)

માતાઃ- શ્રી રાજબાઈ ઠક્કર

પિતાઃ- શ્રી પ્રધાન ઠક્કર (ચાંદ્રાણી)

 જન્મ સ્થળઃ- ગામ વિરપુર

વીરપુરમાં બાપાના જન્મ પેલા રઘુવીરદાસજીની આગેવાનીમા પગ પાળા એક સંત મંડળી આવી એમને રાજબાઇમાં એ ભાવથી આગતા સ્વાગતા કરી એમના પાંચ વર્ષના દીકરા બોઘાના સંત પાસે આશીર્વાદ લીધા ત્યારે રઘુવીરદાસજી એ કહ્યું મૈયા તમારા ખોળે આગામી સમયમાં બીજો પુત્ર અવતરશે જે તમારા કુળ સાથે તમારી જ્ઞાતિ સાથે ગુર્જર ભૂમિને પાવન અને પવિત્ર કરશે.

જલા બાપાના જન્મ પછી ગિરનારથી કોઈ સાધુ મહારાજ બાપાના ઘરે આવે છે અને રાજબાઇમાં પાસે આગ્રહ કરે છે મને તમારા બીજા નંબરના દીકરાના દર્શન કરાવો ત્યાં બાળક જલારામ ત્યાં આવે છે જલારામ સંતને પ્રણામ કર્યા તો સંત કહે બેટા, શું તું મને ઓળખે છે ખરો? તો તારૃં નામ જણાવ તો જલારામે સાધુ સામે જોઈ મરક મરક હસી બોલ્યા 'રામ રામ સીતારામ' પછી કયાંક ચાલ્યા ગયા કોઈ એમને શોધી ન શકયું.

જનોઈ સંસ્કારઃ- સંવત ૧૮૭૦

લગ્નઃ સંવત ૧૮૭૨ , આટકોટના શ્રી પ્રેમજીભગત સોમૈયાની સુપુત્રિ શ્રી વીરબાઇમાં સાથે

પત્નીઃ- શ્રી વીરબાઈમાં

ભાઈઃ- બે, બોઘાભગત, દેવજી ભગત,

બેનઃ- ત્રણ, નાની બેન સંતોકબેન (મીઠુ મીઠુ બોલતા એટલે સાકરબેન બાપા કહેતા) કોટડાપીઠા ધનજીભાઈ વસાણી સાથે પરણાવેલ, સાકરબેન ધર્મ પરાયણ હતા અને જલારામ બાપા ને ખુબ વ્હાલા હતા,

જલારામ બાપા લાંબુ અંગરખું પહેરતા, મોટા ભાગે સફેદ માથે પાઘડી પહેરતા, એક હાથમાં માળા અને એક હાથમા લાકડી, અને સદાય હોઠ પર રામનુ નામ

પ્રથમ પરચોઃ- સંવત ૧૮૭૩

ચાર ધામ યાત્રાઃ- સંવત ૧૮૭૪

જલાબાપા કાકા વાલજીભાઈની દુકાને બેસતા અને કાકાની દુકાનેથી દાન આપવાનુ ચાલુ રાખેલ પણ ગમે તે કારણ હોય કાકાની દુકાનની પ્રતિષ્ઠા વધવા લાગેલ.

ગુરૃઃ- ફતેપુર અમરેલીના ભકત શ્રી ભોજલરામ પાસે ગુરૂ કંઠી બંધાવી.

ભોજલરામ ગુરૂ એ જલાબાપા ને આપેલ આશીર્વાદઃ તું મારા થી સવાયો થઈશ, તારી નામના ચારે તરફ ફેલાસે, તારા નામ માત્રથી સિધ્ધિ થાશે, અને આકાશમાં જયાં સુધી ચાંદ તારા રહેશે ત્યાં સુધી તારૂ સદાવ્રત ચાલુ રહેશે.

ભોજા ભગત જયારે પોતાનું ઘર બનાવતા હતા ત્યારે જલાબાપા એ જાતે ઈંટો ઉપાડી છે તગારા ઉપાડ્યા છે ચણવાના કામ ઉપયોગી થયેલા

જલાબાપા જેમ અન્ય બાબત મા ચડિયાતા રહ્યા છે એમ ગુરૂ ભકિત અને ગુરૂ સેવામા પણ ઉત્તમ રહ્યા છે

ગુરૂ મંત્રઃ રાં રામાય નમઃ

ગુરૂ ભાઈ વાલારામ ભગત

મહામંત્રઃ દેને કો ટુકડા ભલા લેને કો હરી નામ, ભૂખ્યા ને અન્ન આપો એ જ મહામંત્ર

સદાવ્રતનો પ્રારંભઃ સંવત ૧૮૭૬ મહા સુદી ૨ તા.૧૭/૧/૧૮૨૦ સોમવારના શુભ દિવસે સદાવ્રતની શરૂઆત કરી અને સાથે ભજન કીર્તન માં પણ બાપાએ પાછું વળીને જોયું નથી.

બાપા ની ભકતો ને સદાવ્રતની પ્રસાદી ખીચડી, મગની દાળ કે તુવેર દાળ, કઢી, રોટલો અને હાલમા વિશેષમા ગુંદી, ગાઠીયા, પૂરી, શાક વગેરે

બાપા નુ બિરૂદ પ્રાપ્તઃ સવંત ૧૮૭૭ ક્રોધ,રોષ, ગુસ્સો, ઉશ્કેરાટ, જેવા શબ્દો બાપા જીવ્યા ત્યાં સુધી એમના જીવનમાં મળતા નથી. જલા સો અલ્લા કહેવાયા સવંત ૧૮૭૮, સવંત ૧૮૮૧ વિરપુર રાજવીએ જલારામ બાપાને બે સાંતીની જમીન સદાવ્રત માટે આપી જલાબાપાં અને વીરબાઈમાં ખેતી કરી દાણા ભેગા કરતાં અને સદાવ્રત ચલાવતા. બાપાના ભકત ભીમાણીને ગંગા જમના નાહવા જાવુ તું તો રાત્રે મધ્ય રાત્રિ એ સફેદ સાડીમાં સજજ ગંગા જમના આવી ઘડા ભરી ગયા જે ઘડા હાલ મંદિરમા છે. મંદિરમાં ગોપીચંદ અને ભર્તુહરિ પણ સદાવ્રત મા પ્રસાદ લઈ ગયેલ છે. બાપા એ સદાવ્રત ચાલુ કર્યું ત્યારે કોઈ મહાત્મા એ બાપાને લાલજીની મૂર્તિ આપતા કહેલ. ભગત, આ લાલજી મહારાજની મૂર્તિ ની નિષ્ઠાથી સેવા કરજોએ તમારો ભંડાર ભર્યા રાખશે.

એ મહાત્માએ જતા જતા બાપાને હનુમાન મહારાજની મૂર્તિ આપતા કહેલ. આ મૂર્તિ આજથી ત્રીજા દિવસે પ્રસન્ન થઈ તમને દર્શન આપશે અને સાથે પ્રસિદ્ઘિએ મહાત્માના શબ્દો એકે એક સાચા પડેલ. એન્સન એન્ડ કલ્યાણજી નામે રાજકોટમા એક સ્ટુડિયો બનેલ એમને આસ્થાથી એમના કેમેરામા પ્રથમ ફોટો પુજય જલારામ બાપાનો પાડેલએ એકજ ફોટો પુજય બાપાનો ફોટો છે એ ફોટો વીરપુર મંદિર મા ઢોલિયા પર બિરાજે છે એ ફોટા સિવાયના જે જે ફોટા વાઇરલ થયા છે એ ફોટો આર્ટ થી બનાવેલ છે.

ધર્મના બેન અને બાપાના વેવાઈ પુજય જસુમા અનંત યાત્રાએ પધાર્યા ત્યારે સ્વર્ગસ્થ પાલખીમાં બિરાજતા પુજય જસુમા સાથે વાતો કરેલ. જલાબાપા ના સ્વર્ગવાસ પછી ગલાલ બેનને ભંભલી મા પાણી લાવી બાપા એ પોતાના હાથે પીવડાવ્યું. સ્વર્ગવાસ પછી ટીલિયા ભાઈને કહ્યું આવવું છે સ્વર્ગમાંથી વિમાન આવ્યું છે તમે કહ્યા કરતા એટલે લેવા આવ્યો છું. સંવત ૧૮૮૬ સાધુ સ્વરૂપે ભગવાન આવ્યા વીરબાઇ માની માંગણી કરી છેવટે 'ઝોળી ધોકો' આપ્યા. સંવત : ૧૯૦૧ જામનગર મહારાજા રણમલજીના દરબારમાં બાપાના હાથે વસ્ત્રદાન વસ્ત્રો ખુટયા જ નહી. જોડિયા બંદરના અમરચંદ શેઠના ડૂબતા વહાણ ઉગાર્યા. કેશોદ પાસેના કેવદરાના ખેડૂત નાનજી ભાઈનો પરિવાર બાવળ નીચે બેસી જમતા હતા એમાં આંધી ફૂકાણી અને જાડ એની પર પડી રહેલ ત્યારે એમને જલારામને યાદ કર્યા તો જાડ આડું જ રહી ગયું થોડા દિવસ પછી નાનજીભાઈ બાપા પાસે ગયા તો બાપા હસીને કહે નાનજી, જો મારો વાંસો બાવળની એકાદ સુળ રહી ગઈ હોય તો કાઢી આપ.

 સંવતઃ ૧૯૩૪ થાણા ગાલોળ ગામના જીવરાજ વડાલિયાની ખાલી કોઠીયો બાપાની લાકડીના સ્પર્શથી અનાજથી ભરાઇ ગઇ...

સંવતઃ ૧૯૩૫ કારતક વદી નોમ સોમવાર તા.૧૮/૧૧/૧૮૭૮ વીરબાઇમાં નો વૈકુંઠ વાસ. સંવતઃ ૧૯૩૭ મહા વદી દશમ બુધવાર તા.૨૩/૦૨/૧૮૮૧ ભજન ગાતા ગાતા ૮૧માં વર્ષએ શ્રી જલારામ બાપાનો વૈકુંઠ વાસ.

સંતાન :- એક દીકરી, નામ જમનાબેન. જમનાબેનના લગ્ન કોટડાપીઠા મુકામે એ વખતે સૌરાષ્ટ્રની મીરાબાઈ કેવાતા પુજય જસુમાના દીકરા ભકિતરામ વસાણી સાથે થયો. પ્રથમ ગાદીપતિ હરીરામ ભગતએ ભકતિરામ અને જમનાબેનના દીકરા કાળાભગતએ કાળાભગત વિરપુર જ રહેતા કાળાભગત વસાણી અને દેવબાઇના દીકરા હરિરામ ભગતને તેર વર્ષની ઉમરે સવંત ૧૯૩૭ ફાગણ સુદ સાતમ શુક્રવારના રોજ જલારામ બાપાએ ભાણેજના દીકરા હરિરામજીને દતક લીધા ત્યારથી હરિરામ ભગત વસાણીમાંથી ચાંદ્રાણી થયા અને વિરપુરના પ્રથમ ગાદીપતિ થયા,

હાલના ગાદીપતિ રઘૂરામજી ભગતએ હરીરામભગતના ગિરધરરામ ભગત અને ગિરધરરામજીના જયસુખરામ ભગત અને જયસુખરામજીના દીકરા રઘુરામજી ભગત જે હાલ વિરપુરના ગાદીપતિ છે.પૈસા લેવાનું બંધ વિશ્વમા એકમાત્ર મંદિર જયા તા. ૯/૦૨/૨૦૦૦થી પૈસા, ભેટ વગેરે લેવાનું સદંતર બંધ કરેલ છે.

ડો.યોગેશ વસાણી, રાજકોટ, મો.૯૪૨૯૩ ૩૬૫૧૧

(2:46 pm IST)