Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

ગુંદાવાડીમાં મકાનમાં ક્રિકેટ મેચનો સટ્ટો રમતા કલ્પેશ અને સાગર પકડાયા

ક્રાઇમ બ્રાંચનો દરોડો : ચાર મોબાઇલ, ટીવી, સેટટોપ બોક્ષ, બે રીમોટ અને રોકડા મળી ૧૬ હજારની મતા કબ્જે

રાજકોટ,તા. ૧૭: ગુંદાવાડી પલંગ ચોક પાસે મકાનમાં આઇપી એલના ટી-૨૦ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે શખ્સોને ક્રાઇમ બ્રાંચની ટીમે ઝડપી લીધા હતા.મળતી વિગત મુજબ ગુંદાવાડી શેરી નં. ૨૬માં આવેલા એક મકાનમાં બે શખ્સો ટી-૨૦ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા હોવાની ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ. વિક્રમભાઇ ગમારા અને કોન્સ. દેવાભાઇ ધરજીયાને બાતમી મળતા પી.આઇ. વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.બી. જેબલીયા, હેડ કોન્સ. વિક્રમભાઇ, ક્રિપાલસિંહ તથા દેવાભાઇ સહિતે ગુંદાવાડી શેરી નં.૨૬માં આવેલ મકાનમાં દરોડો પાડી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા કલ્પેશ અશોકભાઇ જોબનપુત્ર (ઉવ.૩૬) (રહે. ગુંદાવાડી શેરી નં. ૨૬) અને સાગર બકુલભાઇ દવે (ઉવ.૩૨) (રહે. આનંદનગર કાળા પથ્થર કવાર્ટર નં. ૧૩૩)ને પકડી લઇ ચાર મોબાઇલ રૂ. ૬૪૫૦ રોકડા ટીવી. સેટટોપ બોક્ષ અને બે રીમોટ મળી રૂ)ે ૧૬,૧૫૦ ની મતા કબ્જે કરી હતી.

(3:29 pm IST)