Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

૧૧ વર્ષથી ભવ્ય રાસોત્સવ યોજતી કલબ યુવી દ્વારા આ વર્ષે આયોજન મોકુફ : માત્ર આરતી - પૂજા

સોશ્યલ ડિસ્ટન્સ જાળવણી સાથે મેટોડામાં સાદગીભર્યુ સીમીત આયોજન

રાજકોટ તા. ૧૭ : કલબ યુવીની નવરાત્રી મહોત્સવનું છે૯લા ૧૧ વર્ષથી ભવ્યાતીભવ્ય આયોજન કરવામાં આવે છે. પરંતુ હાલ કોરાના વાયરસની વૈશ્વીક મહામારીને ઘ્યાને રાખી સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ લોકહિતને ઘ્યાને રાખી કલબ યુવી નવરાત્રી મહોત્સવ આ વર્ષે મોકુફ રાખવામાં આવેલ છે. પરંતુ કલબ યુવી ની પરંપરા મુજબ રાસોત્સવના ગ્રાઉન્ડ પર મા ઉમિયાનાં નયનરમ્ય મંદિરની સ્થાપના કરવામાં આવી છે. રાસોત્સવની શરૂઆત તેમજ પુર્ણ થયા બાદ શ્રી ઉમિયા માતાજીની રોજ  આરતી પુજા અર્ચના કરવામાં આવશે.

કલબ યુવીના એમ.ડી. મહેન્દ્રભાઈ ફળદુના જણાવ્યા મુજબ પ્રર્વતમાન પરિસ્થિતિમાં કોરોના મહામારીના સમયે કલબ યુવી દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન મોકુફ રખાયુ છે. પરંતુ મેટોડા સ્થિત એન્જલ પમ્પ્સ ખાતે આદ્રોજા પરિવારના સહયોગથી આ વર્ષે તા. ૧૭ ઓકટો. થી રપ ઓકટો. નવરાત્રી દરમ્યાન દરરોજ મા ઉમિયાની આરતી પુજા અર્ચના સહીતનું આયોજન થઈ રહયુ છે. જેમાં રોજ સાંજે ૭:૩૦ કલાકે સર્વે મિત્રો, પરિવારો, કલબ યુવીના સ્પોન્સર્સ, સમાજ શ્રેષ્ઠીઓ પોતાના ફેમીલી સાથે આ આરતીમાં જાડાવા માટે કલબ યુવી દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવે છે.

સોશ્યલ ડીસ્ટન્સને ઘ્યાને રાખી મા ઉમિયાની આરતીપુજનાના કાર્યક્રમને સફળ બનાવવા કલબ યુવીના ચેરમેન મૌલેશભાઈ ઉકાણી, વાઈસ ચેરમેન સ્મિતભાઈ કનેરીયા, એમ.ડી. મહેન્દ્રભાઈ ફળદુ, ડાયરેકટરો શૈલેષભાઈ માકડીયા, એમ.એમ. પટેલ, જવાહરભાઈ મોરી, મનુભાઈ ટીલવા તથા કાંતીભાઈ ઘેટીયાના માર્ગદર્શન હેઠળ કલબ યુવીની કોર કમીટીના પુષ્કરભાઈ પટેલ, સુરેશભાઈ ઓગણજા, સંદિપભાઈ માકડીયા, અજયભાઈ દલસાણીયા, બીપીનભાઈ બેરા, પ્રફુલભાઈ કાથરોટીયા, આશીષ વાછાણી, રેનીશ માકડીયા  તથા ૧૦૮ ની ટીમ રોહીત ફળદુ, વીનુભાઈ મણવર, અરવિંદભાઈ જીવાણી, રજનીભાઈ વિરોજા, જય કડીવાર, અતુલભાઈ ભુત, રજનીભાઈ ગોલ, મનીષભાઈ વાછાણી, મિલાપ ધેટીયા, જયેશભાઈ વાછાણી, સાગર ઓગણજા, કિશન સીણોજીયા, હરીભાઈ કલોલા, દિનેશભાઈ વિરમગામા, મનીષ ચનીયારા, શૈલેષભાઈ ફળદુ, વી.વી.માકડીયા, કલ્પેશ ઉકાણી, ભરતભાઈ ભલાણી, કેતન વડાલીયા, સાહીલ માકડીયા, વિજયભાઈ કાલાવડીયા, દિનેશ ચાપાણી,  પીયુષ રોકડ, કલ્પેશ અઘારા, વસંત કનેરીયા, રાજુ ધુલેશીયા, પરેશ ઉકાણી, મીતુલ કોઠડીયા, જીજ્ઞેશ આદ્રોજા, યોગેશભાઈ કાલરીયા, ચંદુભાઈ ગોવાણી, ખુશાલ ઝાલાવાડીયા, વિજયભાઈ ચિકાણી, નવીનભાઈ કોરડીયા, પ્રહલાદ વાછાણી,  રમેશ ફળદુ, ગીરીશ વાછાણી, ચંદ્રેશ શીરા, પ્રદીપ સુરેજા, હાર્દિક સુરેજા, કિરણ વાછાણી, યોગેશ ભુવા, હીટલર રોકડ, હાર્દિક દલસાણીયા,  ઉમેશભાઈ માકડીયા, કિર્તી સાવલીયા, પૂજન ઘોડાસરા, ચીંતન સામાણી, સુભાષ કાલાવડીયા, અશોક કણસાગરા, પાર્થ ઉકાણી, બ્રિજેશ રોકડ, સમીરભાઈ ગામી, જયેન્દ્રભાઈ કંટેશરીયા, કિરણભાઈ ચનીયારા, મનીષ શાપરીયા, સુભાષ નવાપરીયા, પ્રફુલભાઈ ખાનપરા, ભાર્ગવ મેતલીયા, પંકજ વેગડા, પરાગ છત્રાલા, રાજુભાઈ ગાંભવા, દર્શન મોરી, પ્રિતુલ ઉકાણી, હીતેન્દ્રભાઈ ધેટીયા, જયસુખભાઈ કાથરોટીયા, ભરત દેત્રોજા, વાસુ બેરા, રાજુભાઈ ત્રાંબડીયા, શ્યામ ગોવાણી, રાજુ મારડીયા, હેરીન દેસાઈ, હસુ નાર, ભાવીન દેલવાડીયા, દિપક કાલરીયા, વિમલ લાલાણી, રાકેશ દેસાઈ, પીયુષ સીતાપરા, ભૂપતભાઈ જીવાણી, પ્રદીપભાઈ ગોવાણી, સંદીપ કાલરીયા, દર્પણ કાલરીયા, રાજુ જીવાણી, અશ્વિન ખાંટ, રાકેશ ફળદુ, ધવલ ખાનપરા, કેવલ ખીરસરીયા, પાર્થ મકાતી, રજની ધમસાણીયા, ચેતનભાઈ ભુત, નિમીત હિંગરાજીયા, પાર્થ મોટેરીયા, રાજુ હાંસલીયા, હિમાંશુ ઉંજીયા, નીરવ ડેડકીયા, કમલેશ ડઢાણીયા, નરેન્દ્રભાઈ ધેટીયા સહીતના કાર્યકરો જહેમત ઉઠાવી રહયા છે.કલબ યુવીની આરતીનો લાભ લેવા માંગતા ઈચ્છુકે કલબ યુવીના એમ.ડી. મહેન્દ્રભાઈ ફળદુ (મો. ૯૮ર૪ર ૧૦૮૯૮)નો સંપર્ક કરવા કલબ યુવીના મીડીયા કોર્ડીનેટર રજનીભાઈ ગોલની યાદીમાં જણાવાયુ છે.

(3:30 pm IST)