Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

રાજકોટ સહિત ચારેય મહાનગરોમાં પૂરતો ફાયર સ્ટાફ નથીઃ રાજકોટમાં ૩૧ % જગ્યાઓ ખાલી પડી છે

રાજકોટઃ ગુજરાતના ચારેય મહાનગરો પાસે પૂરતો ફાયર સેફ્ટી સ્ટાફ ન હોવાની રજૂઆત હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવી છે. રાજયભરમાં ફાયર સેફ્ટીના યોગ્ય અમલીકરણ માટે થયેલી જાહેર હિતની રિટમાં કોર્ટ સમક્ષ આ વિગતો મૂકવામાં આવી છે. હાલ રાજકોટના ફાયર બ્રિગેડમાં ૩૧, વડોદરામાં ૨૯, અમદાવાદમાં ૨૭ અને સુરતમાં છ ટકા જગ્યાઓ ખાલી છે.

રાજકોટના ફાયર વિભાગમાં ૩૧, વડોદરામાં ૨૯, અમદાવાદમાં ૨૭ અને સુરતમાં ૬ ટકા જગ્યા ખાલી

અગાઉની સુનાવણીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી દાવો કરાયો હતો કે અત્યારે અમદાવાદનું ફાયર બ્રિગેડ દેશના શ્રેષ્ઠ ફાયર બ્રિગેડ પૈકીનું એક છે. જેમાં અરજદાર દ્વારા કોર્ટ સમક્ષ વિગતો રાખવામાં આવી હતી કે અમદાવાદના ફાયર વિભાગમાં મંજૂર થયેલી ૬૭૦ જગ્યાઓ પૈકી ૧૮૨ જગ્યાઓ હજુ ખાલી છે. બીજી તરફ રાજકોટમાં મંજૂર થયેલી ૨૨૮ જગ્યામાંથી ૭૧ જગ્યાઓ ખાલી છે.

વડોદરામાં મંજૂર થયેલી ૩૩૨ જગ્યાઓ પૈકી ૯૮ જગ્યાઓ ખાલી છે અને સુરતમાં મંજૂર થયેલી ૯૯૧ જગ્યાઓ પૈકી ૬૮ જગ્યાઓ હજુ પણ ખાલી છે.

અરજદાર દ્વારા રજૂઆત કરાઇ છે કે ફાયર વિભાગમાં પૂરતી નિમણૂકો કરવા માટે સરકાર રસ દાખવી રહી નથી. કેસની વધુ સુનાવણી ૨૧મી ઓકટોબરના રોજ નિયત કરવામાં આવી છે.

(11:42 am IST)
  • દમણ પ્રશાસને ગરબાની આપી મંજૂરી: ગરબા ખેલૈયાઓ માટે આનંદના સમાચાર: મંજુરી બાદ દમણ માં થઈ શકશો ગરબા access_time 6:14 pm IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે છેલ્લા કેટલાય દિવસોથી નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં એકધારો ઘટાડો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 62,104 કેસ નોંધાયા : કુલ કેસનો આંકડો 74,30,635 થયો :એક્ટીવ કેસ ઘટીને 7,94,775 થયા : વધુ 70,383 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 65,21,634 રિકવર થયા : વધુ 839 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,13,032 થયો access_time 12:56 am IST

  • ડીડીસીએના પ્રમુખ પદે રોહન અરુણ જેટલી ચૂંટાયા : દિલ્હી ક્રિકેટ એસોસિયેશન (ડીડીસીએ)ના પ્રમુખ પદે સ્વર્ગસ્થ નાણામંત્રી અરુણ જેટલીના પુત્ર રોહન જેટલી ચૂંટાઈ આવ્યા છે. access_time 5:08 pm IST