Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

શીવપરામાં ફાકી ખાવા નીકળેલા મહેબુબને વિરેન રવાણીએ છરી બતાવી રોકડ લુંટી લીધી

રાજકોટ, તા., ૨૧:  રૈયા રોડ પર શીવપરામાં ફાકી ખાવા નીકળેલા મુસ્લીમ યુવાનને આંતરી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી એક શખ્સે રૂ. રપ૦૦ની લૂંટ ચલાવી નાસી જતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ શીવપરા શેરી નં. પ માં રહેતા મહેબુબ ઉમરભાઇ તરકબાણી (ઉ.વ.૪૦) પરમ દિવસે રાત્રે પોતાના બાઇક પર ફાકી ખાવા જતો હતો ત્યારે શીવપરા શેરી નં. ૩ માં રહેતો વિરેન રવાણીએ તેને રોકી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી મહેબુબના શર્ટના ખીસ્સામાંથી રૂ. રપ૦૦ રોકડની લૂંટ ચલાવી નાસી ગયો હતો. આ બનાવ અંગે મહેબુબ તરકવાણીએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પીએસઆઇ કે.એ.વાળાએ તથા રાઇટર હિરાભાઇએ તપાસ હાથ ધરી છે.

(3:27 pm IST)
  • ચીનના ૧૪ વર્ષના છોકરા રેન કેયુએ દુનિયાના ટોલેસ્ટ ટીનેજર (મેલ) નો ખિતાબ મેળવ્યો છે. તે ૭ ફુટ ૩.૦ર ઇંચ ઊંચો છે. ગિનેસ વર્લ્ડ રેકોડ્ર્સે તેના આ વિક્રમને માન્યતા આપી દીધી છે. access_time 11:38 am IST

  • કાશ્મીરમાં સંખ્યાબંધ સ્થળોએ ઈડીના દરોડા : જમ્મુ અને કાશ્મીર બેંકમાં શંકાસ્પદ વ્યવહારોને સાંકળતા મની લોન્ડરિંગ અંગેની તપાસના સંદર્ભે એન્ફોર્સમેન્ટ ડાયરેક્તટોરેટે આજે કાશ્મીરમાં અનેક જગ્યાએ દરોડા પાડયા છે. access_time 6:32 pm IST

  • દેશમાં કોરોનાનો કહેર યથાવત : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 44,906 કેસ નોંધાયા :કુલ કેસનો આંકડો 90,95,543 થયો :એક્ટીવ કેસ ઘટીને 4,40,470 થયા:વધુ 43,797 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 85,19,764 રિકવર થયા :વધુ 497 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,33,260 થયો access_time 1:05 am IST