Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

રાજકોટમાં ર૩ બોન્ડેડ ડોકટરોઃ ર હાજર થયાઃ બાકીનાને અમદાવાદ અને રાજકોટમાં 'કોરોના' માટે સેવામાં લેવાશે

જીલ્લા વાઇઝ વીસીમાં સમીક્ષા કરતા આરોગ્ય સચિવ જયંતિ રવીઃ કલેકટરે રીપોર્ટ આપ્યો

રાજકોટ તા. ર૧ :.. રાજય સરકારે દરેક કલેકટરને તેમના જીલ્લામાં રહેલા બોન્ડેડ ડોકટરો છે જેઓ હાજર નથી થયા તેમને શોધી હાજર કરવા અંગે આદેશો કરતા, અને રાજયના આરોગ્ય સચિવશ્રી જયંતિ રવિએ આજે સવારે ૧૧ વાગ્યે બોન્ડેડ ડોકટરો અંગે જીલ્લા વાઇઝ સમીક્ષા કરતા રાજકોટ કલેકટર શ્રી રેમ્યા મોહને રીપોર્ટ આપ્યો હતો.

અધિકારી સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટમાં કુલ ર૩ બોન્ડેડ ડોકટરો છે, તેમાંથી ર હાજર થઇ ગયા છે, બાકીનાને સીવીલ હોસ્પીટલ - મેડીકલ કોલેજના ડીન દ્વારા બોલાવી તેમને અમદાવાદ મોકલાશે, અને જરૂર પડયે રાજકોટ શહેરની હોસ્પીટલમાં કોરોના અંગે સેવામાં લેવાશે.

(4:25 pm IST)