Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

રાત્રી કર્ફ્યુના અમલ સાથે રંગીલા રાજકોટના રસ્તાઓ સુમસામ : મુખ્યમાર્ગો પર વાહનોની અવરજવર બંધ

કર્ફ્યુના અમલથી દિવસભર અને મોડીરાત્રે પણ ધમધમતા માર્ગો શાંત

રાજકોટ : રાજ્યમાં દિવાળી બાદ કોરોના કેસમાં વધારાને કારણે અમદાવાદમાં બે દિવસ કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. અમદાવાદમાં ૫૭ કલાકના કરફ્યૂ બાદ રાજકોટ, સુરત અને વડોદરામાં આજે રાત્રેથી રાત્રી કર્ફ્યુનો અમલ શરૂ થયો છે ત્યારે રંગીલા રાજકોટના રસ્તાઓ સુમસામ થયા છે વાહનોની અવરજવર બંધ પડી છે એકલ દોકલ વાહન સિવાય શહેરમાં મુખ્ય માર્ગો પર  કોઈપણ પ્રકારની અવર જ્વર થતી નથી દિવસભર અને મોડીરાત્રે પણ ધમધમતા માર્ગો શાંત પડ્યા છે

(10:25 pm IST)
  • કાશ્મીરમાં સંખ્યાબંધ સ્થળોએ ઈડીના દરોડા : જમ્મુ અને કાશ્મીર બેંકમાં શંકાસ્પદ વ્યવહારોને સાંકળતા મની લોન્ડરિંગ અંગેની તપાસના સંદર્ભે એન્ફોર્સમેન્ટ ડાયરેક્તટોરેટે આજે કાશ્મીરમાં અનેક જગ્યાએ દરોડા પાડયા છે. access_time 6:32 pm IST

  • સાઉથ આફ્રિકાનો એક ખેલાડી કોરોનાથી સંક્રમિત : ઇંગ્લેન્ડ વિરુદ્ધ મર્યાદિત ઓવરોની સિરિઝ પહેલા સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમના ત્રણ ખેલાડીઓ આઇસોલેશન પર access_time 3:44 pm IST

  • અયોધ્યા રામ મંદિર નિર્માણ ટ્રસ્ટની મિટિંગ આવતીકાલ રવિવારે દિલ્હીમાં મળશે : એલએન્ડટી, ટાટા કન્સલ્ટન્સી, સોમપુરા કન્સ્ટ્રક્શન તથા દૂરદર્શન સાથેના કરારો અંગે નિર્ણય લેવાશે : ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાય ,ટ્રસ્ટી ડો.અનિલ મિશ્ર, વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્ર સહિતના અગ્રણીઓ હાજરી આપશે access_time 1:49 pm IST