Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

સંતુષ્ટિ શેઇકના આઉટલેટ્નો દુબઇમાં પ્રારંભ

સકારાત્મક વિચાર રાખો, જેથી સફળતા દરવાજા ખટખટાવતી પ્રાપ્ત થશેઃ દુબઇ અને આરબ અમીરાતમાં ૧૦૦ થી વધુ આઉટલેટસ શરૂ કરાશે : ચેલાની બ્રધર્સ

રાજકોટ : સંતુષ્ટિ શેઇકસ એન્ડ મોર જે છેલ્લા ૧૨ વર્ષોથી ગુજરાતના અલગ અલગ શહેરો તેમજ મુંબઈમાં આગળ પડતું સ્થાન ધરાવે છે તેણે હવે પોતાની પ્રગતિના શિખરો સર કરી દુબઇમાં પોતાના આઉટલેટ્સ શરૂ કર્યા છે. સંતુષ્ટિ પોતાની ગુણવત્તા અને વિવિધતા માટે હંમેશા મોખરે રહ્યું છે અને તે જ કારણ છે કે હવે સંતુષ્ટિ માત્ર એક પ્રાદેશિક નહિં પણ એક આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ બની ચુકી છે.  તાજેતરમાં સંતુષ્ટિ એ દુબઇમાં જુમેરા લેક ટાવર્સમાં પોતાના પ્રથમ આઉટલેટની શરૂઆત કરી છે. અને આ જ મહિનાના અંત સુધીમાં દુબઇના બીજા આઉટલેટ અલ-બારશા ખાતે શરૂ કરશે.

 સંતુષ્ટિના આંતરરાષ્ટ્રીય આઉટલેટનું આ પગલું માત્ર રાજકોટ કે ગુજરાત માટે નહિ પરંતુ સમગ્ર ભારત વર્ષ માટે આ ગૌરવની વાત છે. રાજકોટની એક સાધારણ દુકાનથી શરૂ કરી દૂર દૂરના દેશોમાં પોતાની મીઠાશ ફેલાવવાના ઉદ્દેશ સાથે સંતુષ્ટિના સુનિલ ચેલાની (મો.૯૯૦૪૪ ૪૪૪૫૬) અને ભાવેશ ચેલાની (મો.૯૯૦૪૪ ૪૪૪૫૭) રાત દિવસ એક કરી રહ્યા છે. તેઓ કહે છે કે મહામારી આપણા વિચારોમાં અને આપણા મગજમાંથી હટાવી અને સકારાત્મક વિંચારોને સ્થાન આપવું જોઈએ જેથી સફળતા આપણા બારણાં ખટખટાવતી આવશે.

સંતુષ્ટિના આ આંતરરાષ્ટ્રીય આઉટલેટ 'ડેઝર્ટીનો- અ વેન્ચર ઓફ સંતુષ્ટિ' શેઈક એન્ડ મોર તરીકે ઓળખાશે. સંતુષ્ટિને દેશ વિદેશમાં ફેલાવી અને સુનિલ ચેલાની અને ભાવેશ ચેલાની ૧૦૦ કરતા પણ વધુ આઉટલેટ્સ દુબઇ અને બીજા અલગ અલગ આરબ એમિરેટસમાં શરૂ કરશે, તેઓ કહે છે કે ચોખ્ખી નીતિ અને સારી ગુણવતાને વિશ્વમાં ગમે ત્યાં સ્થાન મળી શકે છે. તેઓ આ સફળતાનો શ્રેય પોતાના માતુશ્રી વીણાબેન ચેલાનીને આપતા હોવાનું જણાવાયુ છે.

સંતુષ્ટિના રાજકોટમાં આઉટલેટ્સ

ડો.યાજ્ઞિક રોડ, સાધુ વાસવાણી રોડ, રેસકોર્ષ રીંગ રોડ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, અંબિકા ટાઉનશીપ, કાલાવડ રોડ

(11:45 am IST)