Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

ચકચારી પેન્ટાગોન ખુનકેસમાં કારખાનાના ડાયરેકટરની હાઇકોર્ટમાં જામીન અરજી મંજુર

રાજકોટ,તા.૨૧ : ગોંડલ નેશનલ હાઈવે પર ભુણાવા પાસે આવેલ પેન્ટાગોન કોર્જીગમાં કેન્ટીન વિભાગમાં નોકરી કરતો ગુજરનાર શંકરે ઓફિસમાં ચોરી કરવા પ્રયાસ કરતા કારખાના માલીક સહિતનાઓ એ ઢીકાપાટુ તથા પ્લાસ્ટીકના પાઈપ થી માર મારતા મુત્યુ નિપજતા તે ખુનના ગુન્હાના કામે ધરપકડ પામેલ છ આરોપી પૈકી કારખાના ડાયરેકટર વિનોદભાઈ દરાણીયાને ખુન ના ગુનામાં જામીન પર મુકત કરતો હાઈકોટ દ્વારા હુકમ ફરમાવેલ છે.

કેસની હકિકત જોઈએ તો પેન્ટાગોન કારખાનામાં કેન્ટીન વિભાગમાં ફરીયાદીની સાથે કામ કરતો શંકરરામ કે જે રાતે કારખાનામાં ઓફિસમાં આટા મારતો સી.સી.ટી.વી. કેમેરામાં જોવામાં આવતા કારખાનામાં ચોરી કરેલની શંકા જતા આરોપીઓએ રસોડા માંથી શંકર ને બહાર લાવી ગ્રાઉન્ડમાં ઢીકાપાટુ તથા પ્લાસ્ટીકના પાઈપ થી માર મારતા શંકરના ગામના જ લક્ષ્મણસિંહ એ તેના ગામના અન્ય કારખાનામાં કામ કરતા વ્યકતી બોલાવતા તેઓ આવી મોટર સાઈકલમાં શંકરને બેસાડી લઈ ગયેલ બાદ સાંજના શંકરની લાશ મળતા આરોપીઓ (૧) રવિ કાલરીયા (૨) શૈલેષ ફૌજી (૩) અક્ષય ઉર્ફ ભાણો (૪) વિનોદભાઈ (૫) અશોકભાઈ રેયાણી (૬) આશિષભાઈ ટીલવા સામે આડેધડ માર મારી ગંભીર મોરણોતર ઈજા કરી જાનથી મારી નાખી હત્યા કરી નાખી બનાવના સી.સી.ટી.વી. કેમેરાનું રેકોર્ડીગ કાઢી નાખી પુરાવાનો નાશ કરવા સંબંધે તે જ કારખાનામાં કામ કરી રહેલ લક્ષ્મણસિંહ મોહનસિંહ ચૌહાણ એ ગોંડલ તાલુકા પોલિસ સ્ટેશનમાં આરોપીઓ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવેલ.

ધરપકડ પામેલ આરોપીઓ પૈકી આરોપી વિનોદભાઈ દરાણીયાએ જામીન પર મુકત થવા કરેલ જામીન અરજી સેશન્સ અદાલતે રદ કરતા તે સામે હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી.

બંન્ને પક્ષની રજૂઆતો દસ્તાવેજી પુરાવાઓ લક્ષે લેતા અરજદારની તરફેણમાં અંતરગત સતાનો ઉપયોગ કરવાનું મુનાસીફ માની અરજદારને જામીન પર મુકત કરતો હાઈકોર્ટ દ્વારા હુકમ ફરમાવામાં આવેલ છે. ઉપરોકત કામમાં આરોપી વિનોદ દરાણીયા વતી રાજકોટના  એડવોકેટ સુરેશ ફળદુ,   ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, રવિ ઠુંમર, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી તથા ગોંડલના પરેશ રાવલ રોકાયેલ હતા.

(2:50 pm IST)