Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

લોભામણી સ્કીમથી કરોડોની ઉચાપત કરવાના કેસમાં આરોપીની વચગાળાની જામીન અરજીને કોર્ટે ફગાવી દીધી

રાજકોટ તા. ર૧: અત્રે કેડીઆર એન્ટરપ્રાઇઝ તથા કેડીઆર સોસાયટીના નામે ડેઇલી/માસીક/ફીકસ ડીપોઝીટની લોભામણી સ્કોમોથી કરોડો રૂપિયાની ઉચાપતના કેસમાં આરોપીની ટેમ્પરી જામીન અરજીને અદાલતે નામંજુર કરી હતી.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે, તા. ૧૩/પ/ર૦૦૮ થી ૧૩/પ/ર૦ર૦ સુધીના બનાવની ફરીયાદી અસલમભાઇ અબ્દુલ ગફાર બાવાણીએ થોરાળા પોલીસ સ્ટેશનમાં આરોપી મહમદ એહમદ મહમદ ઇસ્માઇલ બુંબીયા તથા તેની પત્નિ ફરિશ્માબેન ઉર્ફે કરિશ્મા એહમદભાઇ બુંબીયા વિરૂધ્ધ તા. રર/૬/ર૦ના રોજ નોંધાવેલ હતી. જે ફરિયાદનાં કામે તપાસ કરનાર અમલદારે તપાસ દરમ્યાન બંને આરોપીઓ વિરૂધ્ધ જી.પી.આઇ.ડી.ની કલમનો પણ ઉમેરો કરેલ હતો.

આ કામના ફરીયાદી તથા સાહેદો પાસેથી આ કામના આરોપીઓ પતિ-પત્નિએ કેડીઆર મહિલા મિત્ર મંડળ તથા કેડીઆર એન્ટરપ્રાઇઝ તથા કેડીઆર કો. ઓપ. સોસાયટી લી.ના નામે ડેઇલી, માસીક તથા ફીકસ ડીપોઝીટ રૂપે ફરીયાદી તથા સાહેદો પાસેથી રોકડા નાણા મેળવીને અમુક અમુક સમયે પૈસા પાછા આપીને વિશ્વાસમાં લઇને ફરીયાદી તથા સાહેદોને વચન, વિશ્વાસ આપેલ કે, તમો અમારી સ્કીમનો લાભ લઇને એકના ડબલ નાણા મેળવી શકો છો તેમ લાલચ આપીને બંને આરોપી પતિ-પત્નિએ સ્કીમ મુજબ ફરીયાદી તથા સાહેદો પાસેથી પુર્વ આયોજીત કાવત્રા રૂપે જુદા જુદા સમયે જુદી જુદી સ્કીમોના નામે નાણા મેળવીને ફરીયાદી તથા સાહેદોને સ્કીમનાં નાણા રખાવીને આરોપીઓએ ઠગાઇ કરી કુલ રોકડા રૂ. ૭૧,પ૪,૦૪૦/-ની છેતરપીંડી અને વિશ્વાસઘાતની ફરીયાદ નોંધાવેલ હતી.

આરોપી મહમદ એહમદે પોતાને હૃદયની બીમારી હોવાથી તેની સારવાર કરવા માટે ટેમ્પરરી જામીન પર છુટવા માટેની અરજી તેમના વકીલ મારફત કરવામાં આવેલ હતી જે અરજીનો વિરોધ કરતા સરકારી વકીલશ્રીએ એવી દલીલ કરેલ હતી કે, અરજદારને જે સારવારની જરૂર છે. તે સીવીલ હોસ્પીટલમાં અને જેલમાં પણ તે અંગેની સારવાર ઉપલબ્ધ છે આવા ગંભીર ગુનામાં પ્રાઇવેટમાં સારવાર કરાવવા માટેની કોઇ જરૂરીયાત નથી અને જેલ કસ્ટડીમાં પણ તેની સારવાર ઉપલબ્ધ છે જેથી ટેમ્પરરી જામીન અરજી નામંજુર કરવી જોઇએ જે દલીલોને ધ્યાને લઇને ઇન્ચાર્જ સેશન્સ જજ શ્રી કે. ડી. દવે સાહેબે અરજદારની ટેમ્પરરી જામીન અરજી નામંજુર કરેલ હતી.

આ કામના મુળ ફરીયાદી તરફે એડવોકેટ તરીકે શ્રી અભયભાઇ ભારદ્વાજ, દીલીપ પટેલ, ધીરજ પીપળીયા, વિજય પટેલ, કલ્પેશ નસીત, જીજ્ઞેશ વિરાણી, અંશ ભારદ્વાજ, નીલ શુકલ, નૈમિષ જોષી, ચેતન પુરોહીત કૃણાલ દવે તથા સરકારી વકીલશ્રી બીનલબેન રવેશીયા રોકાયા હતાં. (૭.૧૮)

રાજકોટ તા. ર૧: ફલેટની કિંમત વસુલી ને દસ્તાવેજ ન કરી આપનાર બીલ્ડર ને રેરા એ દસ્તાવેજ કરી આપવાનો હુકમ કર્યો હતો.

અમદાવાદના નિકોલમાં આવેલ ''કેશવ ગેલેકસી એપાર્ટમેન્ટના ફલેટ નં. એચ-પ૦ર ની વેચાણ ની પુરેપુરી રકમ સ્વીકાર્યા બાદ પણ બીલ્ડર દસ્તાવેજ કરી આપવામાં આનાકાની કરતા હોય જેથી ભરતભાઇ નાગજીભાઇ રામાણી એ તેમના વકીલ મારફતે ગાંધીનગર રેરા ઓથોરીટીમાં ફરીયાદ કરતા બીલ્ડરને નોટીશ કરી ઓથોરીટીએ બોલાવતા બીલ્ડર એ પોતાના વકીલ મારફતે એવા વાંધા રજાુ કરેલ કે ફરીયાદી સાથે અન્ય ધંધામાં ભાગીદારી હોય અને તેના અનુસંધાને થયેલ નાણાકીય વ્યવહારોના કારણે ફરીયાદી પાસેથી મોટી રકમ લેવાની હોય તે અંગે ફોજદારી કેઇસ કરેલ હોય તેના અનુસંધાને ફલેટ ફરીયઇાદી પાસેથી પરત લઇ લેવાનો હોય દસ્તાવેજ નથી કરી આપેલ તે મતલબના વાંધા રજાુ કરેલ હતાં.

રેરા ઓથોરીટી એ ફરીયાદી વકીલ મંથન રાઠોડની દલીલો અને દસ્તાવેજો ચકાસીને બીલ્ડર ને એવો હુકમ કરેલ છે કે કોઇપણ ફોજદારી ફરીયાદના કારણે ફરીયાદીના દિવાની હકકોને આંતરી ન શકાય તેવું અનુમાન કરીને ફરીયાદીને ફલેટ નં. એચ-પ૦રનો દસ્તાવેજ કરી આપવો અને ફરીયાદ ખર્ચ પેટે ફરીયાદીને રૂપિયા દશ હજાર ચુકવવાનો રેરા ઓથોરીટીએ હુકમ કરેલ છે. આ કામે ફરીયાદી તરફથી યુવાન એડવોકેટ મંથન રાઠોડ રોકાયેલ.

(2:52 pm IST)