Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

કોરોનાને ધીમી પછડાટ : આજે ૧૦૮૮ બેડ ખાલી રાજકોટની ખાનગી હોસ્પિટલને વધુ ૧૦ વેન્ટીલેટર અપાયા

રાજકોટ તા. ૨૧ : રાજકોટની પ્રજાએ કોરોના સાથે જીવતા શીખી લીધુ તેમ હવે આરોગ્ય અંગે પણ સાવચેતી શરૂ કરી દીધી છે, છેલ્લા ત્રણ દિ'ના રીપોર્ટ મુજબ કોરોનાને ધીમી પછડાટ મળી છે, ઓપીડી ઘટી છે, તો ડીસ્ચાર્જની ટકાવારી પણ વધી છે.

એડી. કલેકટર શ્રી પરિમલ પંડયાએ જણાવ્યું હતું કે, આજે સવારના રીપોર્ટ મુજબ ખાનગી ૩૧ હોસ્પિટલમાં ૧૬૪ અને સરકારી હોસ્પિટલના થઇને કુલ ૧૦૮૮ બેડ ખાલી છે. જેમાં કેન્સરમાં ૫૮ બેડ, સમરસ ખાતે ૪૯૮, સીવીલમાં ૨૪૩ બેડનો સમાવેશ થાય છે.

વેન્ટીલેટર અંગે તેમણે જણાવેલ કે, સિવિલમાં તમામ વેન્ટીલેટર ચાલુ છે અને પૂરતો સ્ટોક છે, ખાનગી હોસ્પિટલમાં પણ પૂરતા વેન્ટીલેટર છે, અગાઉ ૨૭ લોન ઉપર અપાયા હતા, આજે વધુ ૧૦ વેન્ટીલેટર ખાનગી હોસ્પિટલને અપાયા છે.

(4:16 pm IST)