Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

રામનાથપરા મુકિતધામ ખાતે નોન કોવિડ મૃતકો માટે અલગ દરવાજો શરૂ

રાજકોટ તા. ૨૧ : મહાનગરપાલિકા હસ્તકના રામનાથપરા મુકિતધામ ખાતે વિશેષ સુવિધા માટે રામનાથપરા શેરી નં.૧૮માં આવેલ મુકિતધામનો બીજો ગેઈટ આજથી ખોલવામાં આવેલ છે. આ બીજા ગેઈટથી કોરોના પોઝિટિવ હોય તેવા મૃતકોનાં અંતિમ સંસ્કાર માટે મુકિતધામમાં લઈ જવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રામનાથપરા શેરી નં.૧૮, શ્રીમદ રાજચંદ્રજી સમાધિ સ્થાનવાળી શેરી ખાતે અગાઉ બંધ રહેતો મુકિતધામનો ગેઈટ આજથી શરૂ કરવામાં આવેલ છે. આ કામે જરૂરી સિવિલ વર્ક તથા અંતિમ વિસામાનો ઓટો પણ ગેઈટ પાસે તૈયારી કરી આપવામાં આવેલ છે. અને આજથી જ કોરોના ન હોય તેવા મૃતકોને બોડી આ બીજા ગેઈટથી લાવવાનું શરૂ કરવામાં આવેલ છે. ઉપરાંત રામનાથપરા મુકિતધામના મુખ્ય ગેઈટથી હવે માત્ર કોરોના મૃતકો માટે સીધી ઈલેકટ્રીક સ્મશાન ખાતે લઈ જઈ શકાય તે મુજબ વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેમ મ્યુ. કમિશનરની યાદીમાં જણાવાયું છે.

(4:23 pm IST)