Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં મગફળીનો સ્ટોક થતા આવક પર પ્રતિબંધ મુકાયો

નવી મગફળીની સતત આવકને કારણે સ્ટોક વધ્યો

રાજકોટ : સૌરાષ્ટ્રના તમામ માકેટીંગ યાર્ડોમાં મગફળીની ધૂમ આવક થઇ રહી છે ત્યારે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આજે  વધુ ૬૫૦૦ ગુણીની આવક થવા પામી છે. રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં સતત આવક વધતા હાલ મગફળીની આવક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અને જયાં સુધી નવી તારીખ જાહેર ન થાય ત્યાં સુધી માલ ન લાવવા ખેડૂતોને સૂચના આપવામાં આવે છે.

ચાલુ વર્ષે અતિવૃષ્ટિને કારણે મગફળીના પાકને મોટાપાયે નુકશાન થવા પામ્યુ છે.જો કે હાલ ખેતરોમાંથી નવી મગફળી નીકળી જતા ખેડૂતો નાણા છુટા કરવા અર્થે મબલખ મગફળી યાર્ડમાં ઠાલવી રહ્યાં છે. ત્યારે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં પણ દિન પ્રતિદિન આવકમાં વધારો નોંધાતો જાય છે.

સુત્રોમાથી મળતી માહિતી મુજબ આજરોજ વધુ ૬૫૦૦ મગફળીની ગુણીની આવક થવા પામી છે. જેમાંથી માત્ર ૩૫૦૦ ગુણીની હરરાજી થઇ છે સતત નવી મગફળીની આવકથી સ્ટોક વધતા હાલ યાર્ડમાં મગફળીની આવક પર પ્રતિબંધ મુકાયો છે.

(6:47 pm IST)